Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak Karyalay View full book textPage 7
________________ નવધા ભક્તિ થયા હતા. તે પ્રેમમય નિત્ય, અવિનાશી, વિજ્ઞાનાનંદઘન, સર્વવ્યાપી હરિને ઈશ્વર સમજવા જોઈએ. હવે ભકિત કોને કહેવાય એ વિષે વિચારીએ. મહર્ષિ શાંડિલ્ય કહ્યું છે કે, સા પરનુરવિસ્તરીશ્વરે–ઈશ્વરમાં પરમ અનુરાગ યાને પરમ પ્રેમ એ જ ભક્તિ છે. ” . ( દેવર્ષિ નારદે પણ ભકિતસૂત્રમાં કહ્યું છે કે, “સા સ્પિન પરમપ્રેમ -તે પરમેશ્વરમાં અતિશય પ્રેમમય થઈ જવું છે જ ભકિત છે. “અમૃતરવા અને તે અમૃતરૂપ છે. ' આ પ્રમાણે બીજાં ઘણાંયે વચનો મળે છે. સોનાથી માલુમ પડે છે કે ઈશ્વરમાં જે પરમપ્રેમ છે, તે જ અમૃત છે, એ જ સાચી ભકિત છે. જો એમ કહીએ કે વ્યાકરણથી ભકિત શબ્દનો અર્થ સેવા થાય છે, કેમ કે ભકિત શબ્દ “મન લેવાયામ્' ધાતુથી બને છે, તે એમ કહેવું એ પણ બરાબર જ છે. પ્રેમ સેવાનું પરિણામ છે અને ભકિતના સાધનની અંતિમ સીમા છે. જેમ વૃક્ષની પૂર્ણતા અને મહત્તા ફળ આવવા ઉપર જ છે, તે જ પ્રમાણે ભકિતની પૂર્ણતા અને ગૌરવ ભગવાનમાં પરમ પ્રેમ થવામાં જ છે. પ્રેમ જ રોની પરાકાષ્ઠા છે રાને પ્રેમને ખાતર જ સેવા કરવામાં આવે છે. તેથી વાસ્તવિક રીતે ભગવાનમાં અનન્ય પ્રેમ થવો એ જ ભકિત છે. જોકે ઈશ્વરની ભકિત કરવામાં દરેક જીવોનો અધિકાર છે; કેમ કે હનુમાન, જાંબુવાન, ગજેન્દ્ર, ગરુડ, કાકભુશુંડિ અને જટાયુ વગેરે પશુપક્ષીઓ પણ ભગવાનની ભક્તિના પ્રતાપથી પરમ પદને પામ્યા છે. પરંતુ મનુષ્ય સિવાય પશુપક્ષી વગેરેમાં જ્ઞાન અને સાધનને અભાવ હોવાને લીધે તેઓ ઈશ્વરભકિત કરી શકતાં નથી. તેથી શાસ્ત્રકાર ઈશ્વરભકિતમાં મનુષ્યનો અધિકાર બતાવે છે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64