Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 17
________________ કીર્તન ભગવાનનાં નામ, રૂપ, ગુણ, પ્રભાવ, ચરિત્ર, તત્ત્વ અને રહસ્યનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ઉચ્ચારણ કરતાં કરતાં શરીરમાં રોમાંચ થવું, ગળું ભરાઈ આવવું, અશુપાત, હૃદયની પ્રફ લતા, મુગ્ધતા વગેરે થવું એ કીર્તન ભકિતનું રૂપ છે. તે કથા-વ્યાખ્યાનાદિ દ્વારા ભકતની આગળ ભગવાનના પ્રેમપ્રભાવનું વર્ણન કરવું, એકાંતમાં અથવા સમૂહમાં મળીને ભગવાનને હાજરાહજાર સમજીને તેમના નામના ઉપાંશુ જપ અને ઉચ્ચ સ્વરે કીર્તન કરવું, ભગવાનના ગુણ, પ્રભાવ અને ચરિત્ર વગેરેનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધીરે ધીરે અથવા ઊંચો અવાજે, ઊભા રહીને અથવા બેઠા બેઠા, વાઘ-નૃત્ય સહિત અથવા વાઘ-નૃત્ય વિના બોલવું તથા દિવ્ય સ્તોત્ર અને પદો દ્વારા ભગવાનની સ્તુતિપ્રાર્થના કરવી, એ જ ઉપરોકત ભકિતને પ્રાપ્ત કરવાના પ્રકાર છે. પરંતુ આ બધી ક્રિયાઓ, નામના દસ અપરાધોને દૂર કરીને દંભરહિત અને શુદ્ધ ભાવનાથી સ્વાભાવિકપણે થવી જોઈએ. १ सन्निन्दासति नामवैभवकथा भीशेशयोर्भेदधीरश्रद्धा श्रुतिशास्त्रदेशिकगिरां नाम्न्यर्थवादभ्रमः । नामास्तीति निषिद्धवृत्तिविहितत्यागो हि धर्मान्तरैः साम्यं नाम्नि जपे शिवस्य च हरेर्नामापराधा दश ।। સપુરુષની નિંદા, અશ્રદ્ધાળુઓમાં નામના મહિમા કહે, વિષ્ણુ અને શિવમાં ભેદબુદ્ધિ, વેદ, શાસ્ત્ર અને ગુરુની વાણીમાં અવિશ્વાસ, હરિનામના અર્થવાદને ભ્રમ અર્થાત કેવળ સ્તુતિમાત્ર છે એવી માન્યતા, નામના

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64