Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 26
________________ સ્મરણ વિદન, અવગુણ અને દુઃખોનો અત્યંત અભાવ થાય છે. ભગવદ્ સ્મરણ દ્વારા મનુષ્ય જે કંઈ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. ભગવદ્ પ્રાપ્તિરૂપ પરમ શાંતિની પ્રાપ્તિ પણ આનાથી ઘણી જલદી અને સહેલાઈથી થઈ જાય છે. શ્રુતિ–મૃતિ, ઈતિહાસ, પુરાણ, સંતમહાત્મા સૌએ એક સ્વરે ભગવસ્મરણ(ધ્યાન)નો ઘણો મહિમા ગાયો છે. કઠોપનિષદમાં કહ્યું છે કે एतद्धथेवाक्षरं ब्रह्म एतद्धयेवाक्षरं परम् ।। एतद्धथेवाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत् ॥ (૨-) ‘આ કાર અક્ષર જ બ્રહ્મ છે, એ જ પરબ્રહ્મ છે, આ જ કારરૂપ અક્ષરને જાણીને (ઉપાસના કરીને જે મનુષ્ય જે વસ્તુને ઈચ્છે છે, તેને તે જ મળે છે.” સંધ્યોપાસના વિધિની શરૂઆતમાં લખ્યું છે કેअपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा।। यः स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः॥ | ‘અપવિત્ર કે પવિત્ર ગમે તે અવસ્થામાં ભલે તે છે, જે પુરુષ ભગવાન પુંડરીકાક્ષનું સ્મરણ કરે છે, તે બહાર અને અંદરથી શુદ્ધ થઈ જાય છે. શ્રીમદ્ ભગવદગીતામાં ભગવાને કહ્યું છે કે यो मां पश्यति सर्वत्र सर्व च मयि पश्यति । तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ ( ૬-૩૦ ). અર્થાત જે પુરુષ સમસ્ત ભૂતોમાં સૌના આત્મારૂપ મને

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64