Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 25
________________ ૨૪ નવધા ભક્તિ પૂર્વક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું, ભગવાનના નામનું મનથી સ્મરણ કરવું, ભગવાનની લીલાઓનું સ્મરણ કરીને મુગ્ધ થવું, ભગવાનના તત્ત્વ અને રહસ્યોને જાણવા માટે તેમના ગુણ, પ્રભાવનું ચિંતન કરવું; તથા દિવ્ય સ્તોત્રથી અને પદોથી મનન વડે સ્તુતિ અને પ્રાર્થના કરવી. આ રીતે સ્મરણના ઘણા પ્રકારો શાસ્ત્રોમાં બતાવેલા છે. - પ્રભુમાં અનન્ય પ્રેમ થઈને તેની પ્રાપ્તિ થવી એ એનો ઉદ્દેશ્ય છે. પ્રેમી ભકતો વડે કરાતાં નામ, જપ, રૂપ, ગુણ, પ્રભાવ વગેરની રામૃતમયી કથાનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ કરવું. ભગવાન વિષેનાં ધાર્મિક પુસ્તકોનું વાચન-મનન કરવું. ભગવાનના નામના જપ અને કીર્તન કરવાં, ભગવાનનાં પદ અને સ્તોત્ર વડે અથવા કોઈ પણ પ્રકારે ધ્યાનને માટે કરુણાભાવથી સ્તુતિ - પ્રાર્થના કરવી તથા ભગવાન અને મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરવું વગેરે ઉપરોક્ત સ્મરણભકિત પ્રાપ્ત કરવાના ઉપાય છે. ઉપર બતાવેલી માત્ર સ્મરણભકિતથી પણ સમસ્ત પાપ, છે. જેમણે કાનોમાં ચકચકિત મગરના જેવી આકૃતિવાળાં કુંડળ ધારણ કરેલાં છે, જેમને રંગ વાદળ જેવો શ્યામ છે. જેમણે પીતાંબર પહેરેલું છે. જેમના હૃદયમાં શ્રીવત્સ અને લક્ષ્મીજીનું ચિહ્ન છે, જે શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલાથી વિભૂષિત છે, જેમનાં ચરણે નૂપુરોથી સુશોભિત છે, જે કૌસ્તુભમણિની કાંતિવાળા છે. જેઓ સુંદર મુગટ, કડાં, કંદેરો અને બાજુબંધવાળા છે, જેમનાં બધાં જ અંગ સુંદર છે, જેઓ મનોહર છે, કૃપાભર્યા મુખ-નેત્રવાળા છે, તેવા સુકુમાર ભગવાનનાં અંગમાં મનને જીને યોગ્ય પ્રકારે ધ્યાન કરવું.Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64