Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 23
________________ ૨૨ નવધા ભક્તિ આ કીર્તન ભકિતથી, પહેલાંના સમયમાં ઘણા તરી ગયા છે. ઇતિહાસ અને પુરાણોમાં અને રામાયણમાં પણ દૃષ્ટાંત મળી આવે છે. ભગવાનના નામ અને ગુણોના કીર્તનના પ્રતાપથી પહેલાંના સમયમાં નારદ, વાલ્મીકિ, શુકદેવ વગેરે તથા અર્વાચીન સમયમાં ગૌરાંગ મહાપ્રભુ, તુલસીદાસ, સુરદાસ, નાનક, તુકારામ, નરસિંહ, મીરાંબાઈ વગેરે અનેક ભકતો પરમ પદ પામ્યા છે. તેમના જીવનને ઈતિહાસ પ્રખ્યાત જે છે. પરમ ભકતોની વાત જવા દો, જેઓ મહાપાપી હતા તેઓ પણ તરી ગયા છે. શ્રીગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે— અપર અજામિલ ગજ ગનિકાઊ, ભયે મુકત હરિનામ પ્રભાઊ. તેથી જેમ વાદળને જોઈને પપૈયે પાણીને માટે પી પી કરે છે, તે જ પ્રમાણે ભગવાનમાં પરમ પ્રેમ થવાને માટે અને ભગવાનની પ્રાપ્તિ માટે ભગવાનનાં નામ અને ગુણનું કીર્તન કરવાનો હમેશાં તત્પર થઈને સતત પ્રયત્ન કરવો જોઈએ.Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64