Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 24
________________ મરણ. પ્રભુનાં નામ, રૂપ, ગુણ, પ્રભાવ, લીલા, તત્ત્વ અને રહસ્ય પૂર્ણ અમૃતમય કથાનું જે શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ તથા વાચન કરવામાં આવ્યું છે, તેનું મનન કરવું, અને આ પ્રમાણે મનન કરતાં કરતાં દેહનું ભાન ભૂલી જઈને ભગવાનના સ્વરૂપમાં ધ્ર વજીની પેઠે તલ્લીન થઈ જવું, એ સ્મરણ ભક્તિનું સ્વરૂપ છે બને ત્યાં સુધી એકાન્ત અને પવિત્ર સ્થાનમાં સુખપૂર્વક સ્થિર અને સરળ આસને બેસીને ઈન્દ્રિયોને વિષયોથી વેગળી કરીને કામના અને સંકલ્પનો ત્યાગ કરીને શાન્ત અને વૈરાગ્યયુકત ચિત્તથી અથવા હરતાં ફરતાં, ઊઠતા બેસતાં, ખાતાંપીતાં, ઊંધતાં, સર્વ કામ કરતાં કરતાં પણ સ્વાભાવિક, શુદ્ધ અને સરળ ભાવથી સગુણ નિર્ગુણ, સાકાર–નિરાકારના તત્ત્વને જાણીને ગુણ અને પ્રભાવ ૧ શ્રીમદ્ ભાગવતમાં સગુણ સાકારનું ધ્યાન કરવાને આ પણ એક પ્રકાર છે समं प्रशान्तं सुमुर्ख दीर्घचार चतुर्भुजम् । सुचारु सुन्दरग्रीवं सुकपोलं शुचिस्मितम् ॥ समानकर्णविन्यस्तस्फुरन्मकरकुण्डलम् । हेमाम्बरं घनश्याम श्रेवत्सश्रीनिकेतनम् ।। शङ्खचक्रगदापद्मवनमालाविभूषितम् । नूपुरैर्विलसत्पादं कौस्तुभप्रभया युतम् ॥ सर्वाङ्गसुन्दरं हृद्यं प्रसादसुमुखेक्षणम् ॥ सुकुमारमभिध्यायेत्सर्वाङ्गेषु मनो दधत् ।। ( ૨-૪-૨૮-૪ર ) જે સમ છે,પ્રશાંત છે, જેમનું મુખ સુંદર છે, જેમને લાંબા લાંબા ચાર હાથ છે, જેમનો કંઠ અતિ સુંદર છે, જે સુંદર ગાલવાળા છે, જેમનું હાસ્ય ઉજજવળ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64