Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 29
________________ નવધા ભક્તિ મારે પરાયણ થઈને સમત્વ ખુદ્ધિરૂપ નિષ્કામ કર્મયોગનું અવલંખન કરીને નિરંતર મારામાં ચિત્તાવાળા થા. આ પ્રમાણે મારામાં નિરંતર ચિત્તવાળા થઈને મારી કૃપાથી જન્મમૃત્યુ વગેરે સર્વ સંકટોને અનાયાસે જ તરી જશે. > २८ શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે— कीटः पेशंस्कृता रुद्धः कुडघायां तमनुस्मरन् । संरम्भभययोगेन विन्दते विन्दते तत्सरूपताम् ॥ एवं कृष्णे भगवति मायामनुज ईश्वरे । वैरेण पूतपाप्मानस्तमीयुरनुचिन्तया || कामाद् द्वेषाद्भयात्स्नेहाद्यथा भक्त्येश्वरे मनः । आवेश्य तदयं हित्वा बहवस्तद्गतिं गताः ॥ ( ૭-૨, ૨૭-૨૨ ) < Ο જેમ દીવાલ ઉપર ભમરાએ ઘેરી લીધેલા કીડો ભમરાના ક્રોધના ભયથી તેનું સ્મરણ કરતો કરતો ભમરા જેવો જ ખની જાય છે, તે જ પ્રમાણે માયાથી મનુષ્યરૂપ ધારણ કરાવનારા પરમેશ્વર ભગવાન શ્રીકૃષ્ણનું વેરભાવથી વારંવાર ચિંતન કરતાં કરતાં ઘણા લોકો નિષ્પાપ થઈને તેમને પ્રાપ્ત કરી ગયા છે. આ જ પ્રમાણે, કામ, દ્વેષ, ભય, સ્નેહ તથા ભકિતથી ઈશ્વરમાં મન જોડીને ધણાયે સાધકો પાપરહિત થઈને પરમ પદને પામી ચૂકયા છે.' शृण्वन् गृणन् संस्मरयंश्च चिन्तयन् नामानि रूपाणि च मङ्गलानि ते ।

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64