Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 27
________________ નવધા ભક્તિ વાસુદેવને જ વ્યાપી રહેલ જુએ છે અને સમસ્ત ભૂતોને મારી વાસુદેવની અંદર જુએ છે, તેને માટે હું અદૃશ્ય નથી રહેતો અને તે મારે માટે અદૃશ્ય રહેતો નથી.' तस्मात्सर्वेषु व्यालेषु मामनुस्मर युध्य च। मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ॥ अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना। परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ॥ તેથી હે અન! તું સર્વ સમયે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પણ કરેલાં મનબુદ્ધિવાળો થઈને અવશ્ય તું મને જ પામીશ. નિયમ છે કે પરમે. શ્વરના ધ્યાનના અભ્યાસરૂપ યોગવાળો બીજી તરફ ન ભટકનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો પુરુષ પરમ પ્રકાશરૂપ દિવ્ય પુરુષને અર્થાત પરમેશ્વરને જ પ્રાપ્ત થાય છે.' अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः। ' तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः॥ ( તા ૮- ૨૪ ). “હે અન! જે પુરુષ મારામાં અનન્ય ચિરા વડે સ્થિર રહીને હમેશાં મારું સ્મરણ કરે છે, તે નિરંતર મારામાં તલ્લીન થયેલા યોગીને માટે હું સુલભ છું અર્થાત સહેજે જ પ્રાપ્ત થાઉં છું.” अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते । तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ।। (તા૧-૨ ) : “જે અનન્ય ભાવથી મારામાં સ્થિર થયેલા ભકતજનો મનેPage Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64