Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 19
________________ નવધા ભક્તિ યોગ્ય છે કેમ કે તે યથાર્થ નિશ્ચયવાળો છે, અર્થાત તેણે બરાબર નિશ્ચય કરી લીધું છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશું જ નથી. તેથી તે તરત જ ધર્માત્મા બની જાય છે, અને હમેશાં રહેનારી પરમ શાંતિને પામે છે. હે અર્જુન ! તું નિશ્ચયપૂર્વક સત્ય સમજ કે મારે ભકત નાશ પામતા નથી. એટલું જ નહિ, આ કીર્તનભકિતના પ્રચારક તે ભગવાનને સૌથી વધારે પ્રિય છે. ભગવાને ગીતામાં પોતે જ કહ્યું છે કે – . य इदं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति । भक्तिं मयि परां कृत्वा मामेवैष्यंत्यसंशयः । न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः । भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥ (૨૮-૬૮-૬૬) જે પુરુષ મારા ઉપર પ્રેમ રાખીને આ પરમ રહસ્ય. વાળા ગીતશાસ્ત્રને મારા ભકતોને કહેશે અર્થાત નિષ્કામભાવથી પ્રેમપૂર્વક મારા ભકતોને ભણાવશે અને અર્થની સમજૂતી આપી એને પ્રચાર કરી તેમના હૃદયમાં ધારણ કરાવશે, તે નિસંદેહ મને જ પ્રાપ્ત થશે, અને તેનાથી વિશેષ મને અતિશય પ્રિય કાર્ય કરનાર મનુષ્યોમાં કોઈ જ નથી અને આ પૃથ્વીમાં એનાથી વિશેષ મને અત્યંત પ્રિય કોઈ થવાને પણ નથી.” આ જ આ કીર્તનભકિતનું ફળ છે. ભાગવત અને રામાયણ વગેરે બધા ભક્તિના ગ્રંથોમાં ભગવાનનાં માત્ર નામ અને ગુણાના કીર્તનથી સર્વ પાપોને નાશ અને ભગવત પ્રાપ્તિ થાય છે, એમ કહેવું છે. શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે કેPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64