Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 16
________________ શ્રવણ ૧૫ તે શુકદેવજીના મુખમાંથી નીકળેલા ભગવતકથારૂપી અનુપમ અમૃતનું પાન કરે. શ્રવણથી મુકિત થાય છે, એ કથનના પરીક્ષિત સાક્ષી–પ્રત્યક્ષ પ્રમાણ છે. ધુન્ધકારી જેવો પાપી પણ માત્ર ભગવાનના ગુણાનુવાદો સાંભળવાના પ્રભાવથી તરી ગયો અને શૌનક વગેરે ઘણાયે ઋષિઓ પણ પુરાણ અને ઈતિહાસના શ્રવણમાં જ પોતાનો સમય ગાળ્યા કરતા હતા. તેઓ કદી પણ કંટાળતા નહોતા. આ મનુષ્ય જીવન માટે આનાથી બીજો કોઈપણ શ્રવણ કરવા યોગ્ય વિષય નથી અને એ મહાપુરુષોના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેથી મહાપુરુષોના સમાગમ સિવાય આનંદદાયક લાભપ્રસંગ સંસારમાં કોઈપણ પદાર્થ મનુષ્યોને માટે નથી. શ્રીમદ્ ભાગવતમાં સૂતજી કહે છે કે तुलयाम लवेनापि न स्वर्ग नापुनर्भवम् । भगवत्सङ्गिसङ्गम्य मानां किमुताशिषः । ( ૧-૨૮-૨ ) ભગવત્સંગી અર્થાત, નિત્ય ભગવાનની સાથે રહેનારા અનન્ય પ્રેમી ભકતોના ક્ષણમાત્રના સમાગમની સાથે અમે સ્વર્ગ તથા મોક્ષની પણ સરખામણી કરી શકતા નથી, તે પછી મનુષ્યોએ ઈચ્છેલા પદાર્થોની તો વાત જ શી !' - તેથી પોતાનું સમગ્ર જીવન મહાપુરુષોના સમાગમમાં રહેતાં રહેતાં જ ભગવાનનાં નામ, રૂપ, ગુણ, પ્રેમ, પ્રભાવ, રહસ્ય અને તવની અમૃતમય કથાઓ નિરંતર સાંભળવામાં જ ગાળવું જોઈએ અને તે સાંભળી સાંભળીને પ્રેમ અને આનંદમાં મુગ્ધ થતાં થતાં પોતાના મનુષ્ય જીવનને સફળ કરવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64