Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 15
________________ ૧૪ નવધા ભક્તિ શ્રવણપ્રાયણ થયેલા પુરુષ પણ મૃત્યુરૂપી સંસારસાગરને નિ:સંદેહ તરી જાય છે.' નારદજીએ પણ શ્રીમદ્ ભાગવતમાહાત્મ્યમાં સનકાદિ પ્રત્યે કહ્યું છે કે— श्रवणं सर्वधर्मेभ्यो वरं मन्ये तपोधनाः । वैकुण्ठस्थो यतः कृष्णः श्रवणाद्यस्य लभ्यते ॥ ( ૬-૭૬ ) હું તપાધના ! હું ભગવાનના ગુણાનુવાદોના શ્રવણને ખંધા ધર્મોમાં શ્રેષ્ઠ માનું છું; કેમ કે ભગવાનના ગુણાનુવાદ સાંભળવાથી વૈકુંઠમાં વસેલા ભગવાન મળે છે. ' માત્ર શ્રવણ ભકિતથી ભગવાનની પ્રાપ્તિ થાય છે તેનાં શાસ્ત્રોમાં ઘણાં પ્રમાણે મળી આવે છે; તેમ જ ઇતિહાસ અને પુરાણામાં અનેક ઉદાહરણા જોવામાં આવે છે. જેમ કે રાજા પરીક્ષિત ભાગવત સાંભળવાથી જ પરમ પદ પામી ગયા. શ્રીમદ્ ભાગવતમાહાત્મ્યમાં લખ્યું છે કે— असारे संसारे विषयविषसङ्गाकुलधियः क्षणार्ध क्षेमाथं पिबत शुकगाथातुलसुधाम् । किमर्थ व्यर्थ भो व्रजत कुपथे कुत्सितकथे परीक्षित्साक्षी यच्छ्रवणगतमुक्त्युक्तिकथने || ( ૬-૨૦૦ ) ' હે વિષયરૂપી વિષના સંસર્ગથી વ્યાકુળ મુદ્ધિવાળા પુરુષો ! શાને માટે હલકી વાતારૂપી નકામા દુષ્ટ માર્ગમાં ભટકી રહ્યા છે ? અસાર સંસારમાં કલ્યાણને ખાતર (ઓછામાં ઓછી ) અર્ધી ક્ષણ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64