Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 9
________________ નવધા ભક્તિ રૂપી ઔષધિના સેવનથી ભવરગની શાંતિ થઈ જાય છે, કેમ કે ભકિતરૂપી ઔષધિ પથ્યનું કામ પણ કરી લે છે. એટલું જ નહિ, પણ કુપથ્યના સેવનથી ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના દુર્ગુણો અને વિધિરૂપ દોષોને નાશ અને સદાચાર સગુણરૂપ પથ્યની ઉત્પત્તિ પણ ઈશ્વરભકિત કરી દે છે, તેમ જ હમેશને માટે રોગનું મૂળ જ ઉખાડી નાખે છે; કારણ કે ઈશ્વરભકિત પરમ ઔષધ છે. - ભકિતના મુખ્ય બે ભેદ છે : એક સાધનરૂપ જે વૈધ અને નવધા પણ કહેવાય છે અને બીજી સાધ્યરૂપ, જે પ્રેમ-પ્રેમલક્ષણા વગેરે નામોથી ઓળખાય છે. આમાં સેવા સાધનરૂપ છે અને પ્રેમ સાધ્ય છે. હવે એ વિચારવું જોઈએ કે સેવા કોને કહેવાય ? તે સ્વામી જેનાથી સંતોષ પામે તે પ્રકારના ભાવથી મગ્ન થઈને તેની આજ્ઞા પ્રમાણે આચરણ કરવું એ સેવા કહેવાય છે. શાસ્ત્રોમાં તેનાં અનેક પ્રકારનાં લક્ષણ બતાવેલાં છે. - તુલસીદાસ રામાયણમાં શબરી પ્રત્યે ભગવાન શ્રીરામચંદ્ર કહે છે કે – પ્રથમ ભગતિ સંતન્હ કર સંગા, દૂસરી રતિ મણે કથા પ્રસંગો, ગુરપદપંકજસેવા, તીસરિ ભગતિ અમાન, ચૌથિ ભગત મમ ગુન ગન, કરંકાર તજી ગાન. મંત્ર જાપ મમ દર બિશ્વાસા, પંચમ ભજન એ બે પ્રકાસા છઠ દમ સીલ બિરતિ બહુ કર્મા, નિરતિ નિરંતર સજજન ધર્મા. સાતવ સબ મેહિ મય જગ દેખા, મતે સંત અધિક કરિ લેખા. આઠ યથાલાભ સંતોષા, સપનેહુ નહિ દેખે પર દોષા. નવમ સરલ સબ સન છલ હીના, મમ ભરોસ હિય હરષ ન દીના. તથા શ્રીમદ્ ભાગવતમાં પ્રહલાદજીએ પણ કહ્યું છે કે—

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64