Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 12
________________ શ્રવણું આ શ્રવણ ભકિત મહાપુરુષોના સમાગમ વિના મળવી કઠણ છે. ગોસ્વામી તુલસીદાસજીએ પણ કહ્યું છે– બિન સત્સંગ ન હરિકથા, તેહિ બિનુ મેહન ભાગ મેહ ગયે બિન રામપદ, ઈ ન દૃઢ અનુરાગ. પરંતુ મહાપુરુષોના સત્સંગના અભાવે ઉચ્ચ કોટીના સાધકોને સમાગમ અને મહાપુરુષોએ રચેલા ગ્રંથોનું અવલોકન વાચન-મનન-નિદિધ્યાસન કરવું એ પણ સત્સંગ સમાન જ છે. સત્સંગ નહિ થવાથી વિષયોનો સમાગમ સ્વાભાવિક પણે થાય જ છે. તેનાથી મનુષ્યનું પતન થાય છે. અને સત્સંગથી પ્રત્યક્ષ પરમ લાભ થાય છે, કેમ કે મનુષ્યને જેવો જેવો સંગ મળે છે. તે સંગ-સમાગમ પ્રમાણે જ તેના ઉપર તે તેવો પ્રભાવ પડે છે. અને શ્રવણભકિત પણ સત્સંગથી જ મળે છે; કેમ કે સત્સંગ એ જ શ્રવણ ભકિતના કારણરૂપ છે. તેમ જ સપુરુષોનાં દર્શન, ભાષણ, સ્પર્શ, ચિંતન અને સંગથી પાપી પુરુષ પણ પરમ પવિત્ર બની જાય છે. મહાપુરુષોની કૃપા વિના કોઈ પણ પરમ પદ પામી શકતો નથી. શ્રીમદ્ ભાગવતમાં રાજા રગણને મહાત્મા જડભરત કહે છે કે – रहगणैतत्तपसा न याति न चेज्यया निर्वपणाद् गृहाहा। न छन्दसा नैव जलाग्निसूर्यविना महत्पादरजोऽभिषेकम् ।। ૧-૧૨–૨૨) “હે રહુગણ! મહાપુરુષોનાં ચરણોની રજમાં સ્નાન કર્યા વિના માત્ર તપ, યજ્ઞ, દાન, ગૃહસ્થ ધર્મનું પાલન અને વેદાધ્યયનથી તથા જળ, અગ્નિ અને સૂર્યની ઉપાસનાથી એ પરમ તવનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી.'

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64