Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 11
________________ શ્રવણ ભગવાનના પ્રેમી ભક્ત વડે કહેવાતાં ભગવાનનાં નામ, રૂપ, ગુણ, પ્રભાવ, લીલા, તવ અને રહસ્યવાળી અમૃત કથાઓનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ કરવું અને એ અમૃતમય કથાઓનું શ્રવણ કરીને, વીણા સાંભળવાથી જેમ હરણ મુગ્ધ થાય છે, તે જ પ્રમાણે પ્રભુપ્રેમમાં મુગ્ધ થઈ જવું એ શ્રવણ ભકિતનું સ્વરૂપ છે.) ઉપરોકત શ્રવણ ભકિતની પ્રાપ્તિ માટે શ્રદ્ધા અને પ્રેમ પૂર્વક મહાપુરુષોને સાષ્ટાંગ પ્રણામ, તેમની સેવા અને તેમને નિત્ય નિષ્કપટ ભાવથી પ્રશ્ન પૂછવા અને તેમના બતાવેલા માર્ગ પ્રમાણે આચરણ કરવાનો પ્રયત્ન કરવો એ શ્રવણભકિત મેળવવાનો વિધિ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાને કહ્યું છે કે – तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया। उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥ ( ૪-૪ ) હે અર્જુન ! તત્વને જાણનારા જ્ઞાની પુરુષ પાસેથી સારી રીતે દંડવત પ્રણામ તથા સેવા અને નિષ્કપટ ભાવથી કરેલા પ્રશ્નો દ્વારા તે જ્ઞાનને જાણ; તેઓ, મર્મને જાણનારા જ્ઞાની જને તને તે જ્ઞાનને ઉપદેશ કરશે.' મહાપુરુષોએ વર્ણવેલી ઉપરોકત શ્રવણ ભકિત પ્રાપ્ત કરીને પ્રભુમાં અનન્ય પ્રેમ થવાને માટે પ્રભુના ભકતોમાં તેનો પ્રચાર કરવું એ એનું પ્રયોજન છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64