Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 10
________________ નવધા ભક્તિ श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् । अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् ।। - (૭-૫-૨૨ ) ' ભગવાન વિષ્ણુનાં નામ, રૂપ, ગુણ અને પ્રભાવ વગેરેનું શ્રવણ, કીર્તન અને સ્મરણ તથા ભગવાનની ચરણસેવા, પૂજન અને વંદન અને ભગવાનનાં દાસભાવ, સખાભાવ અને પોતાની જાતને સમર્પણ કરી દેવી; એ નવ પ્રકારની ભકિત છે.” આ પ્રમાણે શાસ્ત્રોમાં ભકિતનાં ભિન્ન ભિન્ન પ્રકારનાં અનેક લક્ષણે બતાવેલાં છે. પણ વિચાર કરતાં સિદ્ધાંતમાં કંઈ ભેદ નથી. બધાંનું તાત્પર્ય તો એક જ છે, કે સ્વામી છે જે ભાવ અને આચરણથી સંતોષ પામે તે જ પ્રકારના ભાવોથી ભરપૂર બનીને તેમની આજ્ઞાને અનુકુળ આચરણ કરવું એ જ સેવા અથવા ભકિત છે. હવે શ્રીમદ્ ભાગવતમાં પ્રાદે જે નવ પ્રકારની ભકિત બતાવી છે તેનાં સ્વરૂપ, વિધિ પ્રયોજન, હેત, ફળ અને ઉદાહરણ અહીં જોઈએ. આ ઉપરાંત નવધા ભકિતમાંથી એક પ્રકાર પણ સારી રીતે કરવાથી મનુષ્ય પરમ પદને પામે છે તે પછી જે નવે પ્રકારની ભકિત કરે તેના લ્યાણનું તે કહેવું જ શું ?

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64