Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak Karyalay View full book textPage 6
________________ નવધા ભક્તિ ભકિત જ એક એવું સાધન છે કે જેને સૌ સહેલાઈથી કરી શકે છે. અને એ કરવાનો બધા મનુષ્યોને અધિકાર છે. આ કળિયુગમાં આત્મારને માટે ભકિતના જેવો બીજો કોઈ સહેલે ઉપાય જ નથી, કેમ કે જ્ઞાન, યોગ, તપ, યજ્ઞયાગ વગેરે આ સમયમાં સિદ્ધ થવાં ઘણાં જ કઠણ છે. અને વળી એમાં યોગ્ય મદદરૂપ સાધનસામગ્રી મળવી પણ કઠણ છે. તેથી માણસોએ કમર કસીને માત્ર ઈશ્વરની ભક્તિ જ કરવી જોઈએ. વિચાર કરીને જોઈએ તો સંસારમાં ધર્મને માનનારા જેટલા લોકો છે, તેમાંથી ઘણાખરા ઈશ્વરભકિતને જ પસંદ કરે છે. હવે આપણે એ વિચારવું જોઈએ કે ઈશ્વર છે અને તેની ભકિત એ શું છે ? જે સૌના ઉપર અધિકાર ચલાવનાર સર્વજ્ઞ, સર્વશક્તિમાન સર્વના અંતર્યામી છે, ન્યાય અને સદાચાર જે કાયદો છે, જે સૌના સાક્ષી અને સૌને શિક્ષણ, બુદ્ધિ અને જ્ઞાન આપનાર છે તથા જે ત્રણે ગુણોથી પર હોવા છતાં પણ લીલામાત્રથી ગુણોના ભકતા છે, જેમની ભકિતથી મનુષ્ય સમસ્ત દુર્ગુણ, દુરાચાર અને દુઃખોથી મુક્ત થઈને પરમ પવિત્ર બની જાય છે, જે રડાવ્યક્ત હોવા છતાં પણ છવો ઉપર દયા કરીને જીવોના કલ્યાણ અને ધર્મના પ્રચાર તથા ભક્તોને આશ્રય આપવા માટે પોતાની લીલાથી કોઈ કોઈ સમયે દેવ, મનુષ્ય વગેરે બધાં રૂપમાં વ્યક્ત થાય છે. ગર્થાત સાકારરૂપે પ્રત્યક્ષ પ્રગટ થઈને ભક્તજનોને તેમની ઈચ્છા પ્રમાણે દર્શન દઈને આનંદ આપે છે અને જે સત્યયુગમાં શ્રીહરિના રૂપમાં, ટોતાયુગમાં શ્રીરામના રૂપમાં, દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણના રૂપમાં પ્રગટPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64