________________
(૪)
मोहनचरिते प्रथमः सर्गः। एवमन्तरमासाद्य यः कश्चित्प्रनवत्यपि ॥ सत्स्वन्येषु प्रबन्धेषु तथायमवधार्यताम् ॥१२॥ किं चाल्पगुणपात्रेषु गुणवत्त्वं प्रकटप्य ये॥ नजन्ति सत्फलं तेऽपि लनन्त इति निश्चितम् ॥१३॥ पुनः श्रीमुनिराजेऽस्मिन् नत्त्या च श्रध्यापि च ॥ ये बिभ्रत्युत्कटं रागं ते सत्फलनुजो न किम् ॥१४॥ तेषां नक्तिविवर्धनाय नवसंतानाल्पनावाय च कालेनाध्यवसायशुश्विशतो निर्वाणसंपत्तये ॥
श्राः श्रद्दधतां वरैः सुमतिनिः संप्रेर्यमाणो मुदा - प्रस्तावागतमाजियेत्र विबुधाः दाम्यन्तु वैयात्यकम् १५
હથીઆર પાસે રહ્યાં હોય તેમણે બાથબાથ ભિડીને બિલકુલ પાસે આવી લડનારા શૂરવીરને મારવાના કામમાં કટારી નાની છે, તેપણ કેવી સચોટ મદત આપે છે. (૧૧) આ પ્રમાણે વખતસર કોઈ સાધારણ વસ્તુ પણ મોટું કામ કરવાને શક્તિમાન થાય છે, તેમજ બીજે મોટાં મોટાં ઘણું ચરિત્રો છે; તોપણ આ ચરિત્ર વખતસર ભવ્યપર જરૂર ઉપકાર કરશે, એમ સમજવું. (૧૨) બીજું કોઈ સાધુમાં થોડા ગુણ છે, તોપણ કેાઈ પુરૂષ એને દાન વિગેરે આપી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે, અને
એ સાધુ ઉત્તમ ગુણવાન છે.” એવી શ્રદ્ધા રાખે, તો તે પુરૂષ પણ જરૂર સ્વર્ગાદિ સુખ પામે, એવું સિદ્ધાન્તવચન છે. (૧૩) એમ છે તે ધર્મઉપર શ્રદ્ધા રાખવાવાળા જે લોકો શ્રીમોહનલાલ મહારાજજી જેવા મુનિરાજને વિષે ઘણો રાગ રાખે છે, અને તેમની ભક્તિ કરે છે, તે લોકો સ્વર્ગાદિ સુખ પામવાવાળા નથી કે શું? અર્થાત્ જરૂર પામશેજ. (૧૪) બુદ્ધિમાન, શ્રદ્ધાવાન અને ધર્મરાગી એવા લોકોએ ઉત્સાહથી આ ચરિત્ર રચવામાટે મને પ્રેરણા કરી, તેથી હું પ્રસ્તુત ચરિત્ર રચવા આરંભ કરું છું. આ ચરિત્ર રચવાનાં ત્રણ કારણે છે. એક તો આ ચરિત્રના વાંચવા સાંભળવાથી રાગી લોકોની આ મહારાજજી ઉપર ભક્તિ વધે, બીજું