________________
(૦૪) मोहनचरिते पञ्चमः सर्गः। विदारक्रमयोगेन पुनरागत्य सत्वरम् ॥ पुरमेतन्निजपदैः सनाथीक्रियतां किल ॥६॥ एवमन्यर्थमानांस्ते श्रावकान्विनयानतान् ॥ आगमोक्तेन विधिना बोधयन्तोऽग्रतो ययुः ॥ ३ ॥ एकदित्रिचतुःपञ्च-प्रयाणानि सहाययुः॥ अर्बुदेशपुरीवासि-श्राधास्तेष्वनुरागिणः॥६४ ॥ अथ श्रीमोहनमुनि-विकसन्मुखपङ्कजम् ॥ विलोक्येव वनान्तःस्थं मम्लावम्नोजमएमलम्॥६५॥ मानधिदरतामेषां बाधा कापि मदातपात् ॥ श्तीवालोच्योष्णरश्मि-त्युष्णकिरणोऽनवत् ॥६६॥
ત્યારે હેમંતરૂતુમાં મેહનમુનિજીએ શિહીથી શીઘ્ર વિહાર કર્યો. (૬૧) “અનુક્રમે વિહાર કરતા પાછા વેહેલા પધારીને આપના ચરણકમલથી આ નગરી દીપાવો.” એરીતે વિનયપૂર્વક નમીને વિનંતિ કરનારા તે શ્રાવકને સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે બોધ કરીને તે આગળ ચાલતા થયા. (૬૨-૬૩) શિરોહીના રહીશ શ્રાવકે જે મેહનમુનિજી ઉપર રાગી હતા, તે કઈ એક, તો કોઈ બે, એમ પાંચ મુકામ સૂધી તેમની સાથે આવ્યા. (૬૪) વગડામાં સરોવરની અંદર રહેલા કમળના સમુદાયો શિયાળે શરૂ થયાથી કરમાઈ ગયા, તે ઉપરથી એમ લાગે છે કે, મોહનમુનિજીનું પ્રફુલ્લિત એવું મુખકમલ આપણું કરતાં સુંદર છે, એમ વિચારીને જ કે શું? (૬૫) શિયાળાને લીધે જ તડકો પણ ઓછો થઈ ગયે, તે ઉપરથી એવી કલ્પના થાય છે કે, “વિહાર કરનારા મોહનમુનિજીને મારા કિરણથી કંઇપણ પીડા થવી નહીં જઈએ.” એમ મનમાં