________________
મોહનચરિત્ર સર્ગ છો. ' (૨૨) कुलादपि वरं शीलं वरं दारिद्यमामयात् ॥ राज्यादपि वरं विद्या तपसोऽपि वरं क्षमा ॥१४॥ यस्मात्कस्मात्प्रसूतोऽपि गुणवान्पूज्यते नरः॥ . सुवंशोऽपि धनुर्दएको निर्गुणः किं करिष्यति ॥१४॥ इत्येतचनं श्लाघा-गर्नितं नृपतेर्मुखात् ॥ श्रुत्वा स सुमतिस्तस्थौ विनयावनतो नृशम् ॥१४॥ सध्वेिकवशादेवं ध्वस्तदोषः सतां मतः॥ सुमतिः सुगतिं प्राप साराधनाक्रमात् ॥ १५०॥ एवमन्योऽपि यो नव्यो विवेकमवलम्बते॥ सजति समवाप्नोति स क्रमात्सुमतिर्यथा ॥ १५१॥
થાય છે. (૧૪૫–૧૪૬) કહ્યું છે કે –“શીળ વગર સારું કુળ હોય તે કરતાં કુલ વગર સારૂં શીળ હોય તે વખણાય છે. દ્રવ્ય ઘણું છતાં શરીરે રેગ હોય તે કરતાં નિર્ધન હોય તોપણ નિરોગી હોય તેજ વખણાય છે. વિદ્યા વગર એકલું રાજ્ય હોય તે કરતાં રાજ્યવગરની એકલી વિદ્યા હોય તેજ વખણાય છે. તપસ્યા ઘણી હોય પણ ક્ષમા નહાય તેના કરતા તપસ્યા વગરની એકલી ક્ષમાજ વખણાય છે. (૧૪૭) તેમજ ગમે તે જાતમાં ઉપ હોય, તોપણ જે ગુણ પુરૂષ હોય તેને જગતમાં આદરસત્કાર થાય છે. નહીં તે જેમ સારા વંશ-(વાંસડા-)થી થયેલો ધનુષ્યનો દંડ(દાંડ) નિર્ગુણી (દોરી વગરનો) હોયતે તેને જેમ કેઇ પૂછતું નથી, તેમ સારા કુળમાં પેદા થયેલ હોય તોપણ નિર્ગુણી એવા પુરૂષને કણ પૂછે?'(૧૪૮) એવું રાજાના મુખમાંથી નીકળેલું પોતાનું પ્રશંસારૂપ વચને સાંભળીને સુમતિ વિનયથી નીચું મોઢું ઘાલીને ઉભો રહ્યો. (૧૯) એ રીતે સારા વિવેકના આશ્રયથી સુમતિ સપુરૂષોને માન્ય થયે, અને તેના તમામ દોષ નાશ પામ્યા. પછી સદર્મની આરાધના કરીને તે અનુક્રમે સારી ગતિ પામ્યો. (૧૫૦) એ