________________
(१४४) मोहनचरिते सप्तमः सर्गः।
दक्षिणास्ते दक्षिणस्या-मथायातुं प्रयेतिरे॥ अपूर्वापूर्वदेशेषु विहारो हि सतां मतः॥६॥ साहाय्यं नैव काइँयुः कस्य चिन्मुनिसत्तमाः ॥ परं यहबालब्धं त-कुर्युन विफलं हि ते॥७॥ यशोमुनेः साहाय्येन मुनीन्शस्ते विशेषतः॥ विदर्तुमनसस्तीर्थ यात्रायै निश्चयं व्यधुः॥७॥ प्राक्पञ्चतीर्थी कृत्वाग्रे प्रस्थितास्ते समागमन् ॥ सिहाचलमसंख्याताः सिधा यत्र शिवं ययुः॥ ए॥ नव्यानां पुण्यसंघातं संपिएिकतमिवैकधा॥ दृष्ट्वा सिचाचलं ते स्वं सफल मेनिरे नवम् ॥१०॥ गिरिमारोहतां तेषां मोदो योऽनूत्पदे पदे॥ लब्धबीजो नव्य एव जानीयात्तं नचेतरः॥१२॥
પણ ગુરૂની જોડે વિહાર કર્યો. (૫) પછી મનના ઉદાર તથા સરલ એવા મોહનમુનિજીએ દક્ષિણદિશાતરફ વિહાર કર્યો. નવા નવા દેશમાં વિહાર કરવો તે સાધુઓને ઈષ્ટજ છે. (૬) મુનિરાજ કોઇની મદદની ઈચ્છા મનમાં નથીજ રાખતા, એ વાત ખરી છે, પણ એની મેળેજ મદદ મળે તે તે ફોગટ જવા દેતા નથી. વાસ્તે જસમુનિજીની મદદ મળી ત્યારે વધારે વિહાર કરવાની ઇચ્છા થવાથી મોહનમુનિજીએ તીર્થયાત્રા કરવાનો નિશ્ચય કર્યો. (૭-૮) પ્રથમ પંચતીર્થીની યાત્રા કરીને આગળ વિદાય થયેલા મેહનમુનિજી, જ્યાં અસંખ્યાત ભવ્ય જીવો સિદ્ધ થઈને મુક્તિ પામ્યા, એવા શ્રી સિદ્ધાચળ ક્ષેત્રમાં આવ્યા. (૯) ભવ્ય જીવોના પુણ્યને સમુદાય ડુંગરના આકારથી જાણે એકઠાજ થઈ ગયેલો હોયની શું? એવા વિમળાચળને જોઈને મોહનમુનિજીએ પોતાને મનુષ્યભવ સફળ માન્યો. (૧૦) ડુંગરઉપર ચઢતાં તેમને પગલે પગલે જે હર્ષ થયો