________________
મેહનચરિત્ર સર્ગ છો.
(૨૨) मरावल्पा मेघरष्टिः कलङ्कमिममस्य ते॥ નિરાવર્તુગિવાનલાં વરપુરાના પણ ऊपरं देत्रमनव-देनं बीजसमन्वितम् ॥ बीजमाप्नोदकरता-मङ्करः हुपतामगात् ॥५॥ तुपो विटपितामाप विटपी कुसुमोजमम्॥ कुसुमान्यनवशीघ्र फलदानोन्मुखानि च ॥५१॥ मिथ्यात्वमूषरं प्रोक्तं देवं नकता तथा॥ सम्यक्त्वं बीजमित्यादु-रङ्करोऽणुव्रतानि च ॥५॥ तुपः स्यात्सर्वविरति-विटपी दायिकं व्रतम्॥ देवलोकस्तु कुसुमं फलं निर्वाणमुच्यते ॥ ५३ ॥
મોહનમનિછને જોધપુરમાં પધરાવ્યા. તે વખતે જિયો ધવલગીત ગાતી હતી, અને વાજાં વાગતાં હતાં. બાદ ઉપાસરામાં આવ્યા પછી જે લેકએ વિંદના કરી તેમને મેહનમુનિજીએ ધર્મલાભ આપે. (૪૮) “મારવાડ દેશમાં વરસાદ ઘણો થોડો વરસે છે,” એવું તે દેશનું કલંક દૂર કરવાને વાસ્તેજ કે શું? મોહનમુનિજીએ ત્યાં દેશનારૂપ ઉદક ઘણું વરસાવ્યું. (૪૯) તે વખતે મેઘની વૃષ્ટિ તો સારા ખેતરમાં જ ફળ આપનારી થઈપણ આ મેહનમુનિજીની દેશનારૂપ વૃષ્ટિ તે જેવું પાત્ર તે પ્રમાણે ફળદાયક થઈ તે આ રીતે, જ્યાં નરદમ ખારી જમીન હતી, તે સારું ખેતર બની ગયું.
જ્યાં સારું ખેતર હતું, ત્યાં બીજની વાવણી થઈ ગઈ. જ્યાં બીજની વાવણી થઇ હતી, ત્યાં અંકુરો નીકળ્યા. તથા જ્યાં એકરે નીકળ્યા હતા, ત્યાંન્હાનાં વૃક્ષ થઈ ગયાં. જ્યાં ન્હાનાં વૃક્ષો થયાં હતાં, તે મોટાં ઝાડો બની ગયાં. તેમ જ્યાં મોટાં વૃક્ષ ઉગ્યાં હતાં, તેમને પુષ્પો આવ્યાં, અને જેને પુષ્પો લાગ્યાં હતાં, તેને ફળ આવવાની તૈયારી થઈ. એવી રીતે મેઘની જળવૃષ્ટિ અને મેહનમુનિજીની દેશનારૂપ વૃષ્ટિ એ બેમાં ઘણો તફાવત પડી ગયો.