________________
મેહનચરિત્ર સર્ગ છો.
(૨૭) વર્ત-(-)નૈતિનસંસલેને વરઘોઘતિ છે. नव्यैस्तु साधुसत्संगा-त्तदोर्ध्वगतिराप्यत ॥२॥ विज्ञायते नैव कालो यथा विषयसंगिनिः॥ निर्यातापि चतुर्मासी तथा नाशायि धर्मिनिः॥२५॥ मुनिमोहनगीरेवा-मूलमन्त्रं दि कार्मणं॥ यतस्तां शृणुते यः स ययोक्तं प्रतिपद्यते ॥३०॥ श्रीमोहनेन गोपेन नीता आगमशागले॥ गावः पयां लसन्ति स्म सार्था सानूत्तदा किल ॥३॥
યછે. (ર૭) ચોમાસામાં મેઘજેવી મલિન વસ્તુના સંસર્ગથી જળ અધોગતિ (નીચે પડવું) પામ્યું, પણ પાલીમાં મોહનમુનિજી ચોમાસું રહ્યા ત્યારે સત્સંગથી ત્યાંના ભવ્યલોકો તો ઉંચી ગતિને પામ્યા. ઠીકજ છે, “સોબત તેવી અસર” એ કહેવત ખરેખર સાચી છે. (૨૮) સ્ત્રી, મદિરા વિગેરે વિષયમાં આસક્ત થયેલા લોકોને જેમ કેટલે કાળ ગયો તેની ખબર પડતી નથી, તેમ ધર્મકરણ કરવામાંજ રાતદહાડે વળગી રહેલા પાલીના ભવ્યજીને આખું ચોમાસું નીકળી ગયું પણ તે જણાયું નહીં. (૨૯) મોહનમુનિજીના મુખમાંથી નીકળેલી વાણું તેજ એક મૂળમંત્રવગરનું કામણ છે, એમ અમને લાગે છે. કારણકે, જે માણસ તે વાણી સાંભળે છે, તે તેમના કહ્યા પ્રમાણે કબૂલ કરે છે. (૩૦) મેહમુનિજરૂપ ગોવાળીઆએ આગમરૂપ લીલા ઘાસવાળા બીડમાં લાવેલી ગાયો (વચને) જ્યારે પાલીમાં શેભવા લાગી, ત્યારે પાલીનું “પલ્લી” (ગેવાળીઆનું રહેવાનું ગામ) એવું કામ યથાર્થ થઈ ગયું. (૩૧)
* ૧ આ શ્લોકને ભાવાર્થ નીચે પ્રમાણે –ગે શબ્દનો અર્થ જેમ ગાય એવો થાય છે, તેમ રાખી એવો પણ થઈ શકે છે. તેમજ પલી શબ્દનો અર્થ ગોવાળીઆને રહેવાનો પ્રદેશ એવો છે. એ અર્થ ધ્યાનમાં લઈ અહીં રૂપક કર્યું છે. તેમાં મેહનમુનિજીને ગોવાળીઆસરખા જવા. તથા તેમની વાણું તે ગાયો સમજવી. અને વ્યાખ્યાનમાં જે સ્ત્ર વિગેરે વાંચતા ચંદ્ર તે લીલા ઘાસવાળા પ્રદેશ સમજવો.