________________
- ૩૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત પર
(૧૦) વંદના કરવાથી–૧. નીચ ગોત્રનો ક્ષય અને ઉચ્ચ ગોત્ર કર્મનું ઉપાર્જન થાય છે. ૨. તેની આજ્ઞાને લોકો શિરોધાર્ય કરે તેવું સૌભાગ્ય અને લોકચાહનાને પ્રાપ્ત કરે છે. (૧૧) પ્રતિક્રમણ કરવાથી–૧. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોની શુદ્ધિ થાય છે. ૨. જેનાથી ચારિત્ર શુદ્ધ થાય છે. ૩. સમિતિ-ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતામાં જાગૃતિ રહે છે. ૪. ભાવયુક્ત પ્રતિક્રમણ કરવાથી સંયમમાં વૃદ્ધિ થાય છે. ૫. માનસિક નિર્મળતાની ઉપલબ્ધિ થાય છે. (૧૨) કાયોત્સર્ગ કરવાથી અર્થાત્ મન-વચન તથા શરીરને પૂર્ણતઃ વ્યુત્સર્જન કરવાથી–૧. સાધક કર્મના બોજથી હલકો બને છે. ૨. પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈ ઉતરોત્તર સુખ પૂર્વક વિચરણ કરે છે. (૧૩) પ્રત્યાખ્યાન કરવાથી–આશ્રવોનો નિરોધ થાય છે, જેથી કર્મબંધ ઓછા થાય છે. (૧૪) સ્તવ-સ્તુતિ મંગલ કરવાથી અર્થાત્ નમોન્ફર્ણનો પાઠ કરવાથી–૧. જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી વિશિષ્ટ બોધિની પ્રાપ્તિ થાય છે. ૨. અને વિશિષ્ટ જ્ઞાન સંપન્ન જીવ આરાધના કરવા યોગ્ય બને છે. (૧૫) પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાથી–૧.ચારિત્ર નિરતિચાર બને છે. ૨. પાપાચરણોનું સંશોધન થાય છે. ૩. સમ્યગુ જ્ઞાનની ઉપલબ્ધિ અને ચારિત્રની સમ્યક પ્રકારે આરાધના થાય છે. (૧) કાળપ્રતિલેખન એટલે સ્વાધ્યાય-અસ્વાધ્યાયના સમયની જાણકારી મેળવવાથી– જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે. (૧૭) ક્ષમાયાચના કરવાથી–૧. ચિત્ત પ્રસન્ન થાય ૨. બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવના પ્રગટે ૩. મનની નિર્મળતા થવાથી તે સર્વત્ર નિર્ભય બની જાય છે. (૧૮) સ્વાધ્યાય કરવાથી–જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. (૧૯) વાચનાથી–આચાર્યાદિ પાસેથી મૂળ પાઠ અને અર્થની વાચના લેવાથી ૧. સર્વતોમુખી કર્મોનો ક્ષય થાય છે. ૨. વાચના લેવાથી શ્રત પ્રત્યે ભક્તિ ભાવની વૃદ્ધિ થાય છે અને સભ્યશાસ્ત્ર વાચના લઈ બહુશ્રુત થવાથી શ્રુતના ઉપેક્ષા દોષ અને આશાતના દોષથી બચી જાય છે. ૩. તે સદા શ્રુતાનુસાર નિર્ણય કરનાર થાય છે તથા ૪. તે જિન શાસનના અવલંબન ભૂત બને છે. ૫. જેનાથી મહાન નિર્જરાનો લાભ અને મુક્તિનો લાભ થાય છે. (૨૦) સૂત્રાર્થના વિષયમાં પ્રશ્ન પૂછી સમાધાન પ્રાપ્ત કરવાથી–૧. સૂત્રાર્થ જ્ઞાનની વિશુદ્ધિ થાય છે. ૨. સંશયોનું નિરાકરણ થાય છે, જેથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય થાય છે. (ર૧) સૂત્રોનું પરાવર્તન કરવાથી–૧. સ્મૃતિની પુષ્ટિ થાય છે. ૨. ભૂલાયેલું જ્ઞાન તાજું થાય છે. ૩.પદાનુસારિણી બુદ્ધિનો વિકાસ થાય છે અર્થાત્ એક પદના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org