Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 180
________________ ૧૮૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત અપ્રશસ્ત સંકલ્પ રાખવો, અશુભ વચનોનો પ્રયોગ કરવો અર્થાત્ પ્રથમ મહાવ્રતની બીજી, ત્રીજી ભાવનાને દૂષિત કરવી. કોઈને પણ પછાડવા–નીચે ઉતારી પાડવા માટે અથવા કોઈને હલકા ચીતરવાની પ્રવૃત્તિ કરવી. – ઉત્ત—૨૪ ગુપ્તિ. (૧૯) કોઈપણ સાધુ શ્રાવક વગેરે પ્રત્યે રંજભાવ (નાખુશ ભાવ), અમિત્ર ભાવ અથવા શત્રુ ભાવ રાખવો. ભગ॰ શ—૧૩, ઉદ્દે—દ્ર અભીચિ કુમાર (૨૦) આચારાંગ અને નિશીથ સૂત્ર અર્થ સહિત કંઠસ્થ કર્યા વિના સંઘાડા પ્રમુખ બનવું યા જઘન્ય બહુશ્રુત થયા વિનાજ આચાર્ય વગેરે કોઈપણ પદ ધારણ કરી લેવું. – વ્યવ—૩ - (૨૧) આચાર્ય-ઉપાઘ્યાય બે પદવીધરના નેતૃત્વ વિના કોઈપણ તરુણ કે નવદીક્ષિત સાધુને રહેવું અથવા તેનાથી યુક્ત ગચ્છને રહેવું આગમ વિરુદ્ધ છે, એમ છતાં બે પદ વિના વિશાળ ગચ્છને ચલાવવો અને આચાર્ય ઉપાધ્યાય તેમજ પ્રવર્તિની એ ત્રણ પદવીધરોના નેતૃત્વ વિના સાધ્વીઓએ રહેવું. – વ્યવ—૪ (૨૨) ફળ, સુકામેવા વગેરે માટે નિમંત્રણ આપેલ સમયે અથવા ગોચરી સિવાયના સમયે જવું. – દશ—-૩, ૬ ww (૨૩) તપસ્યા નહિ કરવા છતાં પણ સદા વિગયનું સેવન કરવું. – ઉત્તર—૧૭ (૨૪) ચા વગેરે કોઈપણ પદાર્થનું કોઈપણ સમયને માટે વ્યસન હોવું. (૨૫) પ્રતિક્રમણ એકાગ્ર ચિત્તે સ્ફુર્તિ સાથે અને ભાવ પૂર્વક ન કરવું પરંતુ ઉંઘતા અને વાતો કરતા કરવું. – અનુયોગ દ્વાર, સૂ—૨૭ (૨૬) યોગ્ય-અયોગ્યનો વિવેક કર્યા વિના બધાને એક સાથે વાચના દેવી. –નિશીથ સૂત્ર, ઉદ્દે—૧૯. (૨૭) પોતાના પારિવારિક કુળમાં બહુશ્રુત જ ગોચરી માટે જઈ શકે છે, અબહુશ્રુત સાધુ-સાધ્વી આજ્ઞાથી પણ નથી જઈ શકતા; છતાં પણ અબહુશ્રુતને મોકલવા અથવા જવું. વ્યવહાર સૂત્ર, ઉદ્દ—. (૨૮) ઉક્ત દૂષિત આચાર વાળાઓને શિથિલાચારી ન માનવા અથવા તેની સાથે રહેવું અને વંદન, આહાર વગેરે સંબંધો રાખવા. – નિશી—૧૬. જો શુદ્ધાચારી કહેવાતા પણ એમાંથી કેટલીય દૂષિત પ્રવૃત્તિઓ કરીને પ્રાયશ્ચિતથી શુદ્ધિ નથી કરતા તો તે પણ આગમ સમાચારીમાં દોષ લગાડવાવાળા હોવાથી ઉપરોક્ત પરિભાષાઓ અનુસાર ‘અવસન્ન’(ઓસન્ના) શિથિલાચારીમાં સમાવિષ્ટ થાય છે. આ સ્થિતિમાં તેઓ પણ દૂષિત આચારવાળાની બીજી શ્રેણીમાં આવે છે. આ કારણથી તેઓને પણ પરસ્પર બીજી ત્રીજી શ્રેણીવાળાને ગીતાર્થના નિર્ણયથી વંદન વગેરે કરવામાં પ્રાયશ્ચિત્ત નથી આવતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210