________________
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૦: હિત શિક્ષાઓ
:૦૦
ફીટ છે શ્રી હિત શિક્ષાઓ કે જી ) |
T સંઘ હિતમાં – I + સમજદાર, વિવેકવંત, બુદ્ધિમાન અને ગુણનિધાન સાધુની સામાન્ય વાતોમાં કયારેય
પણ ઉપેક્ષા નહિ કરવી જોઈએ. એમાંજ સંઘની શોભા અને હિત છે. * ઉપેક્ષા તેમજ અસમન્વયનું કયારેક અત્યધિક ગંભીર પરિણામ આવી શકે છે. I * અપેક્ષા અને સમન્વયથી જ સંઘનું તેમજ જિન શાસનનું હિત સાધી શકાય છે. સ્વહિતમાં – * બીજા પર કીચડ ઉછાળવો તે મૂર્ખતા છે અને તેનાથી પોતાની સુરક્ષા કરવાનું માનવું એ મહામૂર્ખાઈ છે.
* જે તારા માટે કાંટા વાવે તેના માટે તું ફૂલ વાવ. 1 + કોઈને ઉભા ન કરી શકો તો પછાડવામાં શરમનો અનુભવ કરો. | * કોઈની ઉન્નતિ જોઈ ઈર્ષાથી સળગો નહિ. કોઈને પડતા જોઈ આનંદિત ન થાઓ. I | * ગુણગ્રાહી અને ગુણાનુરાગી બનીને ગુણ વૃદ્ધિ કરો. યુધિષ્ઠિર બનો, દુર્યોધન ન બનો. I સમ્યકત્વ હિતમાં –
કોઈથી દોસ્તી કોઈથી ઘણા. એમ નથી શોભતા સાધુ શ્રાવકપણા. નિગ્રંથ મુનિને જોઈ પ્રેમથી વાંદવો.
એ જ છે હવેથી, નવો પાઠ શીખવો. જેમ-જ્ઞાન ગચ્છીય સંયમનિષ્ઠ મહાત્મા જયંત મુનિજી કોઈપણ શિથિલાચારી કે I એકલ વિહારી સાથે વિધિવત્ વિનય વ્યવહાર કરવામાં આનંદ માનતા હતા. તેમને જ્ઞાનગચ્છના અને અન્ય ગચ્છના દરેક લોકો આદર્શ મહાત્મા મુનિ માનતા હતા. આગમ પ્રમાણ:- સમક્તિની ચાર શ્રદ્ધામાં અને પાંચ અતિચારમાં મિથ્યાદષ્ટિનો અને સમકિતથી પતિતનો સંપર્ક-પરિચય કરવાનું વર્જિત કહ્યું છે પરંતુ સમ્યક શ્રદ્ધાવાળા, સમ્યક પ્રરૂપણાવાળા જૈન મુનિથી ધૃણા કરવી કે તેની સંગતિ વર્જવી એવું કહ્યું નથી.
આથી કોઈપણ સમ્યગ્દષ્ટિ કે શ્રમણોપાસક હીનાધિક આચારવાળા અને સમ્યગુ શ્રદ્ધા પ્રરૂપણા વાળા, કોઈપણ ગચ્છના સાધુ સાધ્વીની સંગત પરિચય, વિનય વ્યવહાર, વંદન, સેવા ભક્તિ કરે એમાં તેના સમકિતમાં કોઈપણ આગમિક દોષ નથી.
માટે વર્તમાનમાં એક સંપ્રદાયના શ્રાવક અન્ય સંપ્રદાયના સંત-સતીજીઓ સાથે જે નફરત અને અવ્યવહારિકતાનું વર્તન કરે છે તે પોતાના જૈનત્વને જ કલંકિત કરે છે અને જિનશાસનની હીલના કરનાર છે.
– હૃદયની વિશાળતાથી સમાજની એકતા સંભવે છે. – ધૃણા પાપથી કરાય, લવલેશ પણ પાપીથી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org