Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 195
________________ ઉપદેશ શાસ્ત્ર ઃ પરિશિષ્ટ-૧૧ : શિચિલાચાર-શુદ્ધાચાર દોષયુક્ત માર્ગેથી નહિ જતાં અન્ય માર્ગે થઈને જવું, અન્ય માર્ગ ન હોય તો પગને આડા ત્રાંસા કે પંજાભર કરીને પગલાં સંભાળી સંભાળીને યથાશક્ય બચાવ કરીને ચાલવું અર્થાત્ આખા પગલા ધરતી પર રાખીને આરામથી ચાલવું નહીં. - · આચાર, અ—૩. (૪૧) એષણાના ૪૨ દોષ ટાળીને આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા વગેરે ગ્રહણ કરવા જોઈએ– ઉત્તરાઅ—૨૪.ગા—૧૧. એ દોષ યુક્ત ગ્રહણ કરવાથી ગુરુચૌમાસી તેમજ લઘુ ચૌમાસી વગેરે જુદા-જુદા પ્રાયશ્ચિત્ત આવે છે. ૧૯૫ – નિશીથ ઉદ્દેશા ૧,૧૦, ૧૩, ૧૪ વગેરે. (૪૨) ઉઘાડા મુખે બોલવું સાવધ ભાષા છે અર્થાત્ મુહપત્તિથી મુખ ઢાંકયા વિના જરા પણ બોલવું નહિ. – ભગ॰, શ—૧૬, ઉર. એ આગમોક્ત નિર્દેશો તથા અન્ય પણ એવી અનેક આજ્ઞાઓથી વિપરીત જો પોતાની પ્રવૃત્તિ હોય અને પ્રાયશ્ચિત્ત શુદ્ધિ પણ કરવામાં ન આવે, તો એવી સ્થિતિમાં પોતાને શિથિલાચારી ન માનતાં શુદ્ધાચારી માનવું, તે પોતાના આત્માને છેતરવા સમાન છે. ન જો શિથિલાચારીનું કલંક(લેબલ)પસંદ ન હોય તો ઉપરોક્ત આગમ નિર્દેશો અનુસાર ચાલવાની અને અશુદ્ધ પ્રવૃત્તિ કે પરંપરા છોડવાની સરલતા અને ઈમાનદારી ધારણ કરવી જોઈએ. આગમ વિધાનો સિવાય પ્રચલિત વિભિન્ન ગચ્છોની સમાચારીઓના કેટલાક નિયમ : (૧) અચિત્ત કંદમૂળ, માખણ, ગઈકાલનું બનાવેલું ભોજન અને બિસ્કિટ વગેરે લેવા નહિ કારણકે એ અભક્ષ્ય છે.[દેરાવાસી જૈન (૨) કાચું દહીં અને દ્વિદળના પદાર્થોનો સંયોગ કરવો નહીં અને એવા ખાધ નહિ ખાવા, કારણકે એ અભક્ષ્ય છે.[દેરાવાસી જૈન] (૩) સૂર્યાસ્ત પછી માથું ઢાંકવું અથવા દિવસે પણ કયારેક પ્રથમ અને ચોથા પહોરમાં કામળી ઓઢીને બહાર જવું.[દેરાવાસી જૈન] (૪) લખવા માટે ફાઉન્ટન પેન, પેન્સિલ તેમજ પથારી માટે ચટાઈ, પુઠ્ઠા, સમાચાર પત્ર, બારદાન વગેરે લેવા નહીં. (૫) નવકારસી (સૂર્યોદય પછી ૪૮ મિનિટ) પહેલાં આહાર-પાણી લેવા નહિ કે ખાવા-પીવા નહિ. દેરાવાસી જૈન] (૬) ઔપગ્રહિક અપવાદિક ઉપકરણમાં પણ લોખંડ વગેરે ધાતુના ઉપકરણ રાખવા નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210