Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 196
________________ ૧૯૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત) (૭) આજે જે ઘરેથી આહાર-પાણી ગ્રહણ કરેલ હોય ત્યાંથી આવતી કાલે આહાર કે પાણી લેવા નહિ. અથવા સવારે જે ઘરેથી ગોચરી લીધી હોય ત્યાંથી બપોરે કે સાંજે ગોચરી લેવી નહિ. (૮) વિરાધના ન હોય તો પણ સ્થિર કબાટ, ટેબલ વગેરે પર રાખવામાં આવેલ સચિત્ત પદાર્થોનો પરંપરાગત સંઘટ્ટો માનવો. (૯) એક વ્યક્તિથી એકવાર કોઈ વિરાધના થઈ જાય તો બીજી વ્યક્તિના હાથે તેમજ આખો દિવસ ઘરની ગોચરી લેવી નહીં. (‘અસૂઝતા કહેવુંઆ અનાગમિક રૂઢ શબ્દ છે.) (૧૦) એક સાધુ-સાધ્વીએ ચાર પાત્ર અને ૭ર યા ૯૬ હાથ વસ્ત્રથી અધિક નહિ રાખવા. (આગમમાં એવી કોઈ સંખ્યા સૂચિત કરવામાં આવેલ નથી.) (૧૧) ચૌમાસી, સંવત્સરી એ બે પ્રતિક્રમણ કરવા કે પાંચ પ્રતિક્રમણ કરવા, ૨૦ કે ૪૦ લોગસ્સનો કાયોત્સર્ગ કરવો. (૧૨) પોતે પત્ર લખવો નહીં, ગૃહસ્થ પાસે લખાવીને પણ પ્રાયશ્ચિત લેવું પોસ્ટકાર્ડ વગેરે પોતાની પાસે રાખવા નહીં. (વર્ષોમાં કે કીડીઓ વગેરેની અધિકતામાં ગૃહસ્થના આવવા જવામાં અધિક દોષ લાગે છે. તેથી અપવાદરૂપે પણ ઓછો દોષ લાગે એવો ક્રમિક વિવેક રાખવો જોઈએ. જેના દ્વારા લોકો સામાન્ય પણે લેવડદેવડ કરે છે, તે સિક્કા વગેરે ધન કહેવાય છે. ધન અને સોના-ચાંદી રાખવાની મનાઈ. દશવૈ. અ. ૧૦ ગા. ૬ માં છે, તથા ઉત્તરા. આ. ૩૫ ગા.૧૩ માં સોના ચાંદીની ઈચ્છા માત્રનો પણ નિષેધ છે. ટિકિટ પોસ્ટકાર્ડ વગેરે માટે નિષેધ નથી.) (૧૩) અનેક સાધ્વીઓ કે અનેક સ્ત્રીઓ હોય તો પણ પુરુષની ઉપસ્થિતિ વિના સાધુએ બેસવું નહિ. એમજ સાધ્વીને માટે પણ સમજી લેવું. (૧૪) રજોહરણ અને પ્રમાર્શનિકા વગેરેને સંપૂર્ણ ખોલીને જ પ્રતિલેખન કરવું. (૧૫) ગૃહસ્થ તાળું ખોલીને કે ચણિયારાવાળો દરવાજો ખોલીને આહાર વહોરાવે તો લેવો નહીં. (૧૬) બહારગામથી દર્શનાર્થે આવેલ શ્રાવકો પાસેથી નિર્દોષ આહાર વગેરે પણ નહિ લેવો. (૧૭) દોરી પર કપડાં સૂકવવા નહિ. પડદો બાંધવો નહિ. (૧૮) પ્રવચન સભામાં સાધુની સમક્ષ સાધ્વીઓએ પાટ પર બેસવું નહિ. (૧૯) દાતા દ્વારા ગોઠણ જેટલી ઊંચાઈ ઉપરથી કોઈ પદાર્થ પડી જાય તો તે ઘરને “અસૂઝતું કહેવું અથવા અન્ય કોઈપણ પ્રકારની વિરાધનાથી કોઈના ઘરને 'અસૂઝતું કરવું. (૨૦) ચાદર બાંધ્યા વિના ઉપાશ્રયમાંથી બહાર નહિ જવું અથવા ચાદર, ચોલપટ્ટો ગાંઠ મારીને બાંધવો નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210