________________
જ ૧૮ી | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત :
જે પણ પોતાના કર્મ સંયોગોના કારણે તેમજ ચારિત્ર મોહના અશુદ્ધ કે અપૂર્ણ ક્ષયોપશમના કારણે દૂષિત આચરણવાળા શિથિલાચારી અથવા ભિન્ન સમાચારીવાળા શ્રમણ હોય તેઓ પ્રત્યે નિંદા, ઈર્ષા, દ્વેષ ધૃણા, હીન ભાવના, તેઓની અપકીર્તિ કરવાની ભાવના નહિ રાખતાં તેઓ પ્રત્યે પ્રેમ, મૈત્રી, મધ્યસ્થ
અને અનુકંપાભાવ રાખીને તેઓના ઉત્થાન, ઉત્કર્ષનું ચિંતન અને સંભાવના રાખવી જોઈએ, પોતાની ક્ષમતાની વૃદ્ધિ કરીને સહૃદયતા અને સવ્યવહાર વગેરે કરતાં થકાં પોતાના બુદ્ધિ બળથી એવા ઉપાયોમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ કે જેથી દૂષિત આચારવાળા પણ શુદ્ધાચાર તરફ આગળ વધે.
શુદ્ધાચારીનો આત્મ વિશ્વાસ રાખવાવાળાઓનું એ પણ પરમ કર્તવ્ય બની જાય છે કે તેઓ પડી ગએલાઓને ઉભા કરે પરંતુ નિંદા, તિરસ્કારનો વધુ એક ધકકો મારીને તેઓને વધુ ઉંડા ખાડામાં પછાડવાની હરકત ન કરે.
શુદ્ધાચારીનો આત્મવિશ્વાસ રાખનારાઓએ પોતાની દ્રવ્ય ક્રિયાઓ અને સમાચારીઓની સાથે ભાવ સંયમરૂપ નમ્રતા, સરલતા, ભાવોની શુદ્ધિ, હૃદયની પવિત્રતા, સર્વ જીવો પ્રત્યે પૂર્ણ મૈત્રીભાવ, અકષાય તેમજ અન્વેષભાવ તથા પૂર્ણ સૌહાર્દ્રભાવ રાખવો જોઈએ. વિચરણ કરતાં કોઈપણ ક્ષેત્ર, ઘર અને ગૃહસ્થ પ્રત્યે મમત્વ ભાવ ન કેળવે, બધેજ નિર્મમત્વી રહે. કયાંય પણ સમકિત અને ગુરુ આમનાયની વાડાબંધી માંડીને મારું ગામ, મારું ઘર, મારા શ્રાવક, મારું સમકિત, મારા ક્ષેત્ર, મારી છાપ, મારો પ્રભાવ અને મારું સામ્રાજ્ય ઈત્યાદિ મારા-મારાના ચક્કરમાં પડીને મહાપરિગ્રહી, મહાલોભી થઈને તેમજ સમાજમાં મહાકાલેશનાં મૂળ રોપીને અશાંત, ક્ષુદ્ર, તુચ્છતાપૂર્ણ, સંકુચિત માનસનું વાતાવરણ જન્માવે નહિ અને પોતાના આત્માને પણ મહાપરિગ્રહની વૃત્તિમાં ડૂબાડે નહિ, પરંતુ gવ વરે આ ઉત્તરાધ્યયન સૂત્રના વાક્યને સદા સ્મૃતિમાં રાખે. પુનશ્ચ:- સાર એ છે કે શુદ્ધાચારીઓએ પોતે ઘમંડ ન કરીને અન્ય શુદ્ધાચારી પ્રત્યે તથા શિથિલાચારી પ્રત્યે પણ ભાવોને શુદ્ધ રાખવા જોઈએ. શિથિલાચારીઓએ પણ અન્ય શિથિલાચારી પ્રત્યે ભાવોને શુદ્ધ રાખવા જોઈએ તથા શુદ્ધાચારી પ્રત્યે હૃદયમાં આદર, ભક્તિ ભાવ રાખીને તેનો યથોચિત વિનય વ્યવહાર અવશ્ય કરવો જ જોઈએ; ભલે તે શુદ્ધાચારીઓ તેમને વંદન ન કરતા હોય. તે સિવાય નિંદા, અપયશ તો કોઈને કોઈનો પણ નહિ કરવો જોઈએ.
૧
W"W**
હું 1 વંદન વ્યવહાર વિચારણા હું
સંપૂર્ણ I
૧/
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org