________________
૧૮૨
અવંદનીય વંદનીયનું સ્થૂળ જ્ઞાન ”
અવંદનીય કોણ હોય છે ? ભાષ્ય ગાથા ૪૩૬૭માં તેનું સ્પષ્ટીકરણ કરવામાં
આવેલ છે.
અર્થ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
પરિશિષ્ટ-૧૦
વંદન વ્યવહાર વિચારણા
-:
કે
જે સશક્ત અથવા સ્વસ્થ હોવા છતાં પણ વિના કારણ મૂલગુણ ઉત્તરગુણમાં પ્રમાદ કરે છે, અર્થાત્ સંયમમાં દોષ લગાડે છે, પાર્શ્વસ્થ આદિ સ્થાનોનું સેવન કરે છે તે અવંદનીય હોય છે, તેઓને વંદન કરવાથી લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, અર્થાત્ જે પરિસ્થિતિવશ મુલગુણ અથવા ઉત્તરગુણમાં દોષ લગાડે છે તે અવંદનીય નથી હોતા. વંદન કરવા કે નહિ કરવાના ઉત્સર્ગ, અપવાદની ચર્ચા સહિત વિસ્તૃત માહિતી ને માટે આવશ્યક નિયુક્તિ ગાથા ૧૧૦૫ થી ૧૨૦૦ સુધીનું અધ્યયન કરવું જોઈએ. -સંક્ષેપમાં અહીં આપીએ છીએ. ઉત્સર્ગથી વંદનીય અવંદનીય -
मूलगुण उत्तरगुणे, संथरमाणा वि जे पमाएंति । ते होंतऽवंदणिज्जा, तट्ठाणारोवणा चउरो ॥
असंजयं न वंदिज्जा, मायरं पियरं गुरुं
सेणावइ पसत्थारं, रायाणं देवयाणि य ॥ ११०५ ॥
समणं वंदिज्ज मेहावी, संजयं सुसमाहियं । पंचसमियं तिगुत्तं, अस्संजम दुगुंच्छगं ॥ ११०६॥
ભાવાર્થ :-- ભિક્ષુ, માતા, પિતા, ગુરુ, રાજા, દેવતા આદિ કોઈપણ અસંયતિને વંદન ન કરે. બુદ્ધિમાન મુનિ સુસમાધિવંત, સંયત, પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિથી યુક્ત તથા અસંયમથી દૂર રહેનારા શ્રમણોને વંદના કરે.
दंसण णाण चरित्ते, तव विणए णिच्च काल पास था । एए अवंदणिज्जा, जे जसघाई पवयणस्स ॥९॥
-
ભાવાર્થ :- જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વિનયની અપેક્ષાએ સદૈવ પાર્શ્વસ્થ આદિ ભાવમાં જ રહે છે, સાથોસાથ જે જિન શાસનની અપકીર્તિ કરવાવાળા છે, તે ભિક્ષુ અવંદનીય છે.
અપવાદરૂપ વંદનીય :-વંવળે વિશેસ બારા (............
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
*