________________
છે. ૧૭૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત :
દ્વારા અથવા ગીતાર્થની નેશ્રામાં સેવન કરવા પર તથા તેની શ્રદ્ધા પ્રરુપણા આગમ અનુસાર રહેવા પર તેમજ તે અપવાદરૂપ સ્થિતિથી મુક્ત થતાં જ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ સંયમ આરાધનામાં લાગી જવાની લગની રાખવા પર, તે પાસત્થા વગેરે કહેવામાં નથી આવતા, પરંતુ પ્રતિસવી નિગ્રંથ કહેવાય છે.
શુદ્ધ સંસ્કારોના અભાવમાં, સંયમ પ્રત્યે સજાગ ન રહેવાથી, અકારણ દોષ સેવનથી, સ્વચ્છેદ મનોવૃત્તિથી, આગમોક્ત આચાર પ્રત્યે નિષ્ઠા ન હોવાથી, નિષિદ્ધ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાથી તથા પ્રવૃત્તિ સુધારવા અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનું લક્ષ્ય ન રાખવાથી, તે બધી નાની અથવા મોટી દૂષિત પ્રવૃત્તિઓ કરવાવાળા પાસસ્થા” વગેરે શિથિલાચારી કહેવાય છે. એ અવસ્થાઓમાં તે નિગ્રંથની કક્ષાથી બહાર ગણવામાં આવે છે.
૧. આ પાસત્થા આદિનો સ્વતંત્ર ગચ્છ પણ હોઈ શકે છે. ૨. કયાંક તે એકલા-એકલા પણ હોઈ શકે છે. ૩. ઉધતવિહારી ગચ્છમાં રહેવા છતાં પણ કોઈ ભિક્ષુ વ્યક્તિગત દોષોને કારણે પાસત્થા આદિ હોય શકે છે. તથા ૪. પાસસ્થા આદિના ગચ્છમાં પણ કોઈ શુદ્ધાચારી હોઈ શકે છે. તેનો યથાર્થ નિર્ણય તો આગમજ્ઞાતા વિશિષ્ટ અનુભવી કે સર્વજ્ઞ સર્વદર્શી કરી શકે છે, કદાચિત્ પોતાનો આત્મા પણ નિર્ણય કરી શકે છે. શુદ્ધાચારી પણ ઓસન વિહારીમાં સમાવિષ્ટ છે -
આ યુગના કેટલાક શ્રમણ પાંચેય મહાવ્રતોનું તેમજ સંપૂર્ણ જિનાજ્ઞાનું પરિપૂર્ણ પાલન કરે છે એવું પ્રચલિત પરંપરા અનુસાર માનવામાં આવે છે પરંતુ નીચે લખેલી આગમ વિપરીત પ્રવૃત્તિઓનું તેમજ પરંપરાઓનું જ્યાં સુધી પૂર્ણ સંશોધન ન થાય ત્યાં સુધી તેઓ આગમ અનુસાર પાંચેય મહાવ્રતોનું યા સંપૂર્ણ જિનાજ્ઞાનું પાલન કરે છે એમ ન કહી શકાય.
માટે શુદ્ધાચારી શ્રમણોએ પણ નીચે દર્શાવેલ જિનાજ્ઞાઓથી વિપરીત પ્રવૃત્તિઓના સૂક્ષ્મ અવલોકનથી પોતાના શદ્વાચાર કે શિથિલાચારનું પરીક્ષણ–નિર્ણય અવશ્ય કરવું જોઈએ... આત્મ નિરીક્ષણ યોગ્ય કેટલીક દૂષિત પ્રવૃત્તિઓની સૂચિ - (૧) કારણ અકારણનો વિચાર કર્યા વિના, પ્રવૃત્તિ રૂપે ત્રીજા પ્રહર સિવાયના સમયમાં અર્થાત્ પ્રથમ, ચોથા પ્રહરમાં આહાર લાવવો કે વાપરવો. – ઉત્ત—૨૬. (૨) અકારણ વિગય યુક્ત આહાર કરવો અથવા આચાર્ય આદિની આજ્ઞા વિના વિગયોનું સેવન કરવું કે મહાવિનયનું સેવન કરવું. –નિશીથ –૪ (૩) માર્ગમાં ચાલતા ચાલતા કોઈ સાથે વાર્તાલાપ કરતા રહેવું–આચાહ્યુ-૨, અ૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International