________________
७१ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
00
પ્રથમ અધ્યયનમાં જુદી-જુદી માન્યતાઓની ચર્ચા છે. બાકી પંદર અધ્યયન સંયમ-તપની પ્રેરણા તેમજ સાધ્વાચારના વિષયની પ્રધાનતાવાળા છે. જેમાં પાંચમા અધ્યયનમાં નરકનું વર્ણન છે અને છઠ્ઠું અધ્યયન ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ રૂપ છે.
બીજા શ્રુતસ્કંધ ના સાત અધ્યયનોમાં એક-એક સ્વતંત્ર વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ સૂત્રના નામમાં કે અઘ્યયનમાં કોઈ ઐતિહાસિક ભિન્નતા કે વિકલ્પ નથી.
સાહિત્ય સંસ્કરણ ઃ– આ સૂત્ર ઉપર નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ ઉપલબ્ધ છે. પ્રાચીન ટીકા શ્રી શીલાંકાચાર્યની છે. અન્ય પણ અનેક સંસ્કૃત, હિંદી, ગુજરાતી પ્રકાશન આ સૂત્રના થયા છે. જવાહિરાચાર્યના સંપાદનમાં આ સૂત્રની છાયા, ટીકાનુવાદ પ્રકાશમાં આવ્યા છે. આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. એ પણ આના પર વિસ્તૃત સંસ્કૃત ટીકા રચના કરી છે. અર્થ વિવેચન સહિત આ આગમ અનેક જગ્યાએથી પ્રકાશિત છે. બ્યાવર આગમ પ્રકાશન સમિતિ દ્વારા સુંદર વિવેચન સાથે પ્રકાશિત થયેલ છે. આચાર્ય તુલસીએ પણ આ સૂત્ર નું ટિપ્પણ યુક્ત સંપાદન કરેલ છે.
ఎఱ પ્રથમ શ્રુત સ્કન્ધ
Jain Education International
પ્રથમ અધ્યયનનો સારાશ
પ્રથમ ઉદ્દેશક ઃ
(૧) સંસારમાં પરિગ્રહ(ધન-પરિવાર)નો સંગ્રહ તેમજ મમત્વ તથા પ્રાણીવધ (જીવ હિંસા)એ કર્મ બંધના ખાસ કારણો છે. તેને અશરણ ભૂત જાણી તેનો ત્યાગ કરવો જોઈએ.
(ર) ૧. પાંચ મહાભૂત(પૃથ્વી આદિ)થી આત્માની ઉત્પત્તિ માનવાવાળા ૨. સંપૂર્ણ વિશ્વમાં એક જ આત્મા માનવાવાળા ૩. જીવ અને શરીરને એક જ માનવાવાળા ૪. આત્માને કર્મોનો અકર્તા માનવાવાળા ૫. આત્મા સહિત પાંચ ભૂતોન (કુલ છ તત્ત્વોને) માનવાવાળા ૬. ચાર ધાતુ જ(પૃથ્વી આદિ) માનવાવાળા. ૭. આત્માને ક્ષણિક માનવાવાળા; તે બધાજ એકાંતવાદી તેમજ મિથ્યાબુદ્ધિવાળા છે. અજ્ઞાનવશ કર્મ ઉપાર્જન કરી તે વિવિધ યોનિઓમાં જન્મ-મરણ કરે છે.
For Private & Personalyst પછી પાના નં. ૭૩inelibrary.org