________________
કે ૯૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત :
-
- -
-
આ રીતે બધાં જીવ વિવિધ યોનિઓમાં ભ્રમણ કરી વિભિન્ન આહાર કરે છે, એ જાણી ભિક્ષુ આહારમાં ગુપ્ત બની અર્થાત્ અલ્પતમ જરૂરી આહાર કરી રત્નત્રયની આરાધના કરે.
ચોથા અધ્યયનનો સારાંશ (૧) જેણે અઢાર પાપોનો ત્યાગ કરેલ નથી,મિથ્યાત્વથી ભરેલ છે, તે મન-વચનકાયાથી પાપ ક્રિયા ન કરતો હોવા છતાં પણ અપ્રત્યાખ્યાન સંબંધિત પાપ કર્મનો બંધ કરતો રહે છે, ભલે પછી તે ગમે તે અવસ્થામાં કેમ ન હોય?. (૨) કોઈ રાજા પુરુષ વગેરેની હિંસાના સંકલ્પ વાળો હોય તો તે દરેક અવસ્થામાં તે રાજાનો વેરી જ મનાય છે. જ્યારે તે વિચાર પરિવર્તનથી તે પોતાના સંકલ્પનો ત્યાગ કરી દે, ત્યાર પછી તેને શત્રુ માનવામાં આવતો નથી. (૩) સર્વ જીવો સંજ્ઞી કે અસલી અવસ્થાઓમાં જન્મ-મરણ કરે છે. તે જીવોની હિંસાજન્ય પ્રવૃત્તિઓ અને સંકલ્પોની પરંપરા તેની સાથે જ પ્રવાહિત રહે છે,
જ્યાં સુધી કે તે જીવ અવિરત રહે છે. જેમ કે કોઈ માણસ અસત્યવાદી હોય અને કર્મ સંયોગે તે મૂક થઈ જાય તેની વાચા બંધ થઈ જાય ત્યારે તે સત્યવાદી ગણાતો નથી, અસત્યનો ત્યાગી પણ કહેવાતો નથી, જ્યાં સુધી કે તે જૂઠનો ત્યાગ કરે નહીં. આ જ રીતે જે જીવો અવિરત હોય છે તેઓને પાપની રાવી (અપ્રત્યાખ્યાન ક્રિયા) ચાલુ જ રહે છે. (૪) જે હળુકર્મી પ્રાણી હિંસાદિ સર્વ પાપોનો ત્યાગ કરી સર્વથા વિરત થઈ જાય છે અને શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે તે ભિક્ષુ, ક્રિયાથી રહિત; હિંસાથી રહિત; ક્રિોધ, માન, માયા અને લોભથી રહિત, ઉપશાંત તેમજ પાપકર્મ બંધથી રહિત થઈ જાય છે, તે એકાંતે પંડિત કહેવાય છે.
પાચમા અધ્યયનનો સારા (૧) ભિક્ષુએ કોઈ પણ વિષયમાં આગ્રહ ભરેલું એકાંતિક કથન કરવું જોઈએ નહિ, પરંતુ આગ્રહ રહિત (નય યુક્ત) સાપેક્ષ કથન કરવું જોઈએ. નહિ બોલવા યોગ્ય એકાંતિક કથન આ પ્રમાણે છે–૧. લોક નિત્ય જ છે. લોક અનિત્ય જ છે. ૩. સર્વ જીવો મુક્ત થઈ જ જશે. ૪. સર્વ જીવો સર્વથા અસમાન જ હોય છે પ. નાના-મોટા કોઈપણ જીવની હિંસાથી ક્રિયા સમાન જ થાય છે. ૬. આધાકર્મી આહારના દાતા અને ભોક્તા બંને કર્મોથી ભારે થાય જ છે અથવા તે બંને કમથી ભારે થતાં જ નથી. ૭. સર્વ જીવો સદાકાલ કર્મબંધ કરતા જ રહેશે; વગેરે આવા એકાંતિક વચન મુનિએ બોલવા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org