________________
ઉપદેશ શાસ્ત્રઃ સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
વિવેકપૂર્વક અને જાગૃતિ પૂર્વક પ્રવૃત્તિ કરે છે. આવી ખલ બુદ્ધિ અને તુંબડાની બુદ્ધિ તો કોઈ મૂર્ખ પણ કરી શકતો નથી. આવી ઉલટી બુદ્ધિવાળો તો અનાર્ય કહેવાય છે. જે વચન પ્રયોગથી પાપના ઉપાર્જનને પ્રેરણા મળે તેવું વચન બોલવું પણ યોગ્ય નથી. સાચો સાધુ સમ્યકચિંતન પૂર્વક, દોષ રહિત ભિક્ષા ગ્રહણ કરે છે, તે આવા માયામય વચન પ્રયોગ ન કરી શકે. આ રીતે અન્ય તવ ચર્ચા પણ છે. જેનો સાર આ પ્રમાણે છે – (૧) માંસ ભક્ષણમાં દોષ ન હોવાનું કથન પણ મિથ્યા છે. (ર) પાપ પ્રવૃત્તિથી આજીવિકા કરનારને ભોજન કરાવવાથી પુણ્ય બંધાય છે અને દેવલોક મળે છે, તે કલ્પના માત્ર છે. (૩) હલકા પ્રકારનું આચરણ કરનાર અને ઉત્તમ આચરણ કરનાર બંને કયારેય સમાન થઈ શકતા નથી. (૪) હિંસા-અહિંસા નું પ્રમાણ જીવોની સંખ્યા પર આધારિત નથી, પરંતુ તેનો આધાર તે જીવની ચેતના, ઈદ્રિયો, મન, શરીર વગેરેના વિકાસ તેમજ મારનારના તીવ્ર-મંદ ભાવ પર આધારિત છે.
સાધુઓએ અનેક પાખંડીઓના કુતર્કથી દૂર રહી સમ્યક-શ્રદ્ધા યુક્ત આચરણ કરવામાં સાવધાન રહેવું જોઈએ.
સાતમા અધ્યયનનો સારાં).
આ અધ્યયનમાં પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સાધુ ઉદકપેઢાલ પુત્ર અને ગૌતમસ્વામીની ચર્ચા છે. ૧. ઉદક સાધુ નો તર્ક છે કે – શ્રાવક દ્વારા ત્રસ જીવની હિંસાના પચ્ચખાણ કરવા એ ખોટા પચ્ચખાણ છે, કારણ કે પ્રત્યાખ્યાન સમયે જે જીવત્રસ છે, તે કયારેક સ્થાવર થઈ જાય છે, અને સ્થાવર જીવ કયારેક ત્રસ થઈ જાય છે.
ગૌતમ સ્વામીએ સમાધાન આપતા કહ્યું છે કે પ્રત્યાખ્યાનનો આશય ત્રસ નામકર્મના ઉદયવાળા જીવોની અપેક્ષા છે, તેથી તેના સાચા પચ્ચકખાણ છે. કોઈ એ સાધુની હિંસા ન કરવી” તેમ પચ્ચકખાણ લીધેલ હોય અને ત્યાર બાદ કોઈ સાધુ ઉદયકર્મના કારણે ગૃહસ્થ બની જાય તો તે ગૃહસ્થની હિંસા કરવાથી તે પ્રત્યાખ્યાન લેનારની પ્રતિજ્ઞા ભંગ નથી થતી, તે રીતે જ શ્રાવકના ત્રસ જીવની હિંસાના પ્રત્યાખ્યાન ભંગ નથી થતા.
બીજો તર્ક છે કે- ત્રસના પચ્ચખાણ કરાવવાથી સ્થાવરની હિંસાને સમર્થન અપાય છે.
સમાધાન– છ પુત્રોને ફાંસીની સજા મળેલ હોય અને તેમાંથી એકને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org