________________
ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૧ : એકલવિહાર
શિથિલાચારી સાધુ માટે એક શરત એ પણ છે કે, જો તે સાધુને હજુ થોડી સંયમ અવસ્થા બાકી રહી હોય તો તેને તપ અથવા છંદ પ્રાયશ્ચિત્ત આપીને ગચ્છમાં સમાવવા. આ વાતનો મતલબ એ છે કે શિથિલાચારી સાધુને યોગ્ય લાગે તો ફરી દીક્ષા આપીને લેવામાં આવે છે. પરંતુ સર્વ એકલ વિહારી માટે આ શરત નથી. અહીંયા એકલ વિહાર ચર્યાવાળા માટે ‘ડિમા’ શબ્દ વાપરવામાં આવેલ છે, પરંતુ તેને માત્ર શૈલી વિશેષ જ સમજવી જોઈએ, પરંતુ (તપરૂપે સ્વીકારેલ એકલ વિહાર) પડિમાવાળા ન સમજવા. કારણકે તેઓ તો આજ્ઞાપૂર્વક, અભ્યાસપૂર્વક તેમજ પરીક્ષાપૂર્વક પડિમા સ્વીકાર કરે છે, વચ્ચેથી છોડીને આવવાની ઇચ્છાનો તો ત્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પડિમાઓ પૂર્ણ કરીને ગચ્છમાં પાછા આવવા પર તેમને આદર પૂર્વક ગચ્છની અંદર સમાવી લેવામાં આવે છે. તેના માટે છેદ કે તપ પ્રાયશ્ચિતની પણ જરૂરિયાત રહેતી નથી. આ રીતે આ વિધાન પણ સપરિસ્થિતિક એકલ વિહારચર્યા સંબંધી છે તથા ગચ્છમાં અવ્યવસ્થા ન સર્જાય તેના માટે ગીતાર્થ, અગીતાર્થ, પ્રશસ્ત કારણવાળા અપ્રશસ્ત કારણવાળા, આદિ વિકલ્પોથી તપ કે છેદ યુક્ત પ્રાયશ્ચિત્તના જુદા-જુદા પ્રકાર થાય છે.
૧૩. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૧ માં ઃ- પરિહાર તપ પ્રાયશ્ચિત્ત વહન કરવાવાળા ભિક્ષુનું સેવામાં એકલા જવાનું વર્ણન છે. આ પણ સાધુનું પરિસ્થિતિવશ થઈને સ્વીકારેલ એકલ વિહારીપણું છે. જોકે આ એકલવિહારીપણું ગચ્છ નિર્ગત નથી, પરંતુ ગચ્છની અંતર્ગત સેવાના હેતુથી ઉદ્ભવેલ છે. આ વર્ણન મુજબ અન્ય સાધુને સેવામાં કે ગચ્છ આજ્ઞાથી ક્યાંક એકલા જવાનું કે રહેવાનું પણ માનવામાં આવે છે. આવા એકલ વિહારમાં ભિક્ષુ સેંકડો માઈલ પણ જઈ શકે છે અને અનેક દિવસો કે મહિના સુધી પણ એકલો રહી શકે છે.
૧૦૧
૧૪. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૧ માં ઃ- સપરિસ્થિતિક એકલ વિહાર કરનારનું ગ્રામ, નગર વગેરેની બહાર અરિહંત ભગવંત તેમજ સિધ્ધ ભગવંતની સાક્ષીએ આલોચના કરવાનું વર્ણન કરવામાં આવેલ છે. ગચ્છગત સાધુ માટે આ સ્થિતિ હોતી નથી. ત્યાં તો ગુરુ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર વગેરે અનેક બહુશ્રુત આલોચના સાંભળવા માટે યોગ્ય હોય છે.
આ સર્વેય એકલવિહારીના આગમ વર્ણનોનો સારાંશ એ જ છે કે પરિસ્થિતિથી એકલ વિહારચર્યા સ્વીકારી પ્રશસ્ત સંયમ જીવનમાં જ વિચરણ કરનાર ફરી ગચ્છમાં આવવા ન ઇચ્છે તો તે સાધુને એકલવિહારીપણાનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી આવતું તેમજ તે સંયમની આરાધના કરી શકે છે. જો તે ગચ્છમાં આવવા ઇચ્છે તો એકલવિહારનું પ્રાયશ્ચિત્ત લઈને ગચ્છમાં પુનઃ દાખલ થઈ, આરાધના કરી શકે છે.
પરિસ્થિતિને વશ થઈ સ્વીકારેલ એકલવિહારીપણા માટે પૂર્વ જ્ઞાન કે ત્રણ સંહનન વગેરેની પ્રરૂપણા કરવી ઉચિત ન કહેવાય, પરંતુ સંયમ રુચિ, ત્રણ વર્ષની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org