________________
૧૪૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
(૩–૪) એવી રીતે ઉચ્ચાર પાસવણ ભૂમિના બે અતિચાર સમજી લેવા. (૫) પૌષધના ૧૮ દોષ ન ટાળવા અથવા ચાલવું બેસવું સુવું, બોલવું, પૂજવું, થૂંકવું, ખાવું, પીવું, પરઠવું આદિ અવિવેકથી કરવું. આ બધા અતિચાર છે. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત :
સાધુ-સાધ્વીનો યોગ મળવા પર નિર્દોષ વસ્તુઓને ભક્તિભાવથી, નિષ્કામ બુદ્ધિથી, કેવળ આત્મ કલ્યાણને માટે વહોરાવીશ અને ભોજન કરવાના ટાઈમે ત્રણ વખત નવકાર ગણવા દિવસમાં ઓછામાં ઓછું એક વખત દાન દેવાની ભાવના ભાવીશ.
-
શિક્ષાઓ :– નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનાર શ્રમણોને જૂઠ-કપટ કરી સદોષ આહાર પાણી, મકાન, વસ્ત્રપાત્ર, પાટ, પૂઠાં ઘાસ, દવા આદિ ન વહોરાવવા. ઘરમાં સચિત અને અચિત ચીજોને એક સાથે એક જ કબાટમાં અથવા એક કાગળ પર ન રાખવા, તેનું હંમેશા ધ્યાન રાખવું અને ઘરની વ્યક્તિઓને પણ સમજાવવું. ઘરમાં અચિત પાણી થતું હોય તો તેને તરત જ ન ફેંકી દેવું અને બીજાઓએ પણ ધ્યાનમાં રાખવું. જો અચિત પાણી ન બનતું હોય તો તેને બનાવી રાખવાનો રિવાજ ન કરવો અને તેને માટે સાચું જ્ઞાન મેળવીને બીજાને પણ સાચું માર્ગદર્શન આપતા રહેવું. ૪૨ દોષ આદિનું જ્ઞાન કરવું. સંત-સતીજીઓ સામે ખોટું ન બોલવું. ઘરમાં અથવા ભોજન ઘરમાં સંચિત પદાર્થોને વેરાયેલા ન રાખવા તેમજ વચમાં પણ ન રાખવા. અતિચાર :- (૧) અવિવેકથી ઘરમાં સચિત-અચિત વસ્તુ સંઘટાથી રાખી હોય (૨) અવિવેક ભૂલથી અચિત પદાર્થ ધોવણ આદિ ઉપર સચિત અથવા કાચું પાણી રાખ્યું હોય. (૩) ભિક્ષાનો સમય વીતી ગયા પછી ભાવના ભાવી હોય અથવા ભિક્ષાના સમયે ઘરના દરવાજા બંધ રાખ્યા હોય તેમજ રસ્તામાં પાણી, બીજ આદિ રાખ્યા હોય. (૪) વિવેક અને ઉમંગની ઉણપથી પ્રસંગ આવવા પર પોતે ન વહોરાવે અને બીજાને આદેશ કરતા રહે; હું પોતે વહોરાવું એવું યાદ જ ન આવે. (૫) સરળ, શુદ્ધ ભાવ અને શુદ્ધ કાયા-વચનના વિવેકથી ન વહોરાવે; અનેક પ્રકારના અશુદ્ધ ભાવ, કલુષતા, ઈર્ષ્યા, બરાબરી, દેખાવ, આગ્રહ, જિદ, અવિનય, અવિવેક ભરી ઠપકારૂપવાણી, મહેણાં મારવા આદિ કાયા અને વચનના અવિનય અભક્તિ અવિવેકથી વહોરાવ્યું હોય. આ અતિચાર છે.
વિશેષ નોંધ :- બધા વ્રતોમાં પ્રતિક્રમણ અનુસાર કરણ અને યોગ સમજી લેવા. બધા વ્રત બુદ્ધિ પ્રમાણે, ધારણા અનુસાર ધારણ કરું છું. બધામાં ભૂલનો આગાર. આમાં જે કંઈ નવી શંકા થશે, જે વિષયમાં અત્યારે વિચાર્યું-સમજ્યું ન હોય, તેને તે સમયે સમજ શક્તિ અનુસાર કરીશ. આ લખેલા નિયમોમાં ફેરફાર કરવાનો આગાર ( ) વરસ સુધી. ત્યાં સુધી દર મહિનામાં એક વખત અવશ્ય વાંચીશ. ત્યાર પછી દર વરસે આ લખેલા નિયમોને એક વખત અવશ્ય વાંચીશ. ભૂલનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org