________________
ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૪: ત્રણ મનોરથ
(૧૪૫
૯
હું સંપૂર્ણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરીને નિવૃત્તિ ધારણ કરીશ. પોતાનો ભાર આનંદ આદિશ્રાવકની સમાન પુત્ર આદિને સોંપીને સંપૂર્ણ સમય ધર્મ સાધનમાં લગાવીશ તે દિવસ મારા માટે પરમ મંગલમય તેમજ ધન્ય થશે.
જીવનમાં તે દિવસ મને જલ્દી પ્રાપ્ત થાય જે દિવસે હું ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહ(ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, રતિ, અરતિ, શોક, દુગંછા, ત્રણ વેદ, મિથ્યાત્વ) અથવા નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ (ખેત, વન્યુ, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, દ્રિપદ, ચૌપદ, કુવિય આદિ) ના નિમિત્તથી થવાવાળા આરંભ તેમજ પરિગ્રહથી બિલકુલ નિવૃત્ત થઈશ. તે દિવસ મારો ધન્ય થશે.
આ આરંભ પરિગ્રહ સમ્યમ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન, સમ્યચારિત્ર આદિ સદ્ગણોનો નાશ કરનારા છે, રાગ દ્વેષને વધારનારા છે. વિષય કષાયને ઉત્પન્ન કરનારા છે. અઢાર પાપોને વધારનારા છે, દુર્ગતિનેદેનાર છે, અનંત સંસારને વધારનારા છે, અશરણરૂપ છે, અતરણરૂપ છે, નિગ્રંથને માટે નિંદનીય છે, ચાર ગતિ, ચોવીસ દંડક, ચોરાશી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરાવીને દુઃખ આપનાર છે.
આ અપવિત્ર આરંભ–પરિગ્રહનો હું સર્વથા પ્રકારે ત્યાગ કરીશ, છોડીશ તેનું મમત્વ ઉતારીશ, તેને પોતાનાથી સંપૂર્ણ પણે અલગ કરીશ. તે દિવસ મારો ધન્ય થશે. હે પ્રભુ! મને એવી આત્મ શક્તિ પ્રગટ થાય કે હું આ આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરવામાં સર્વથા પ્રકારે સફળ થઈ શકું (ર) બીજો મનોરથ - જ્યારે હું આરંભ પરિગ્રહથી પૂર્ણતઃ નિવૃત્ત થઈ અઢારે ય પાપો ને ત્રણ કરણ ત્રણ યોગથી જીવન ભરને માટે ત્યાગીને મહાવ્રત ધારણ કરી સંયમ અંગીકાર કરીશ અને સંપૂર્ણ આશ્રવોને રોકીને તપ આદિ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરવામાં લાગીશ; તે દિવસ મારો ધન્ય થશે. મને મનુષ્ય ભવ પ્રાપ્ત થયો તે પણ પૂર્ણ સાર્થક થશે.
જે મહાત્માઓએ સંયમ ધારણ કર્યો છે અથવા કરવાવાળા છે, તેઓને કોટિ કોટિ ધન્યવાદ છે. હું સંયમ લેવાવાળાઓ માટે કયારેય બાધા રૂપ થઈશ નહીં. હે પ્રભુ! મારી પણ સંયમ લેવાની ભાવના દિવસે દિવસે વધતી જાય અને મારા પરિવારવાળાઓને એવી સબદ્ધિ થાય કે મારી ભાવના દઢ થતા જ તેમજ આજ્ઞા માંગતા જ જલદીમાં જલદી આજ્ઞા આપી દે અથવા મારુ એવા પ્રકારનું ઉચ્ચ મનોબળ થઈ જાય કે મારા માર્ગની બાધાઓ પોતાની મેળે જ દૂર થઈ જાય. આવી મારી મનોકામના સફળ થાય.
જે દિવસે હું પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ યતિધર્મ, સત્તર પ્રકારના સંયમનું, જે પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલ છે તે પ્રમાણે, પાલન કરી ભગવાનની આજ્ઞામાં વિચરણ કરીશ, કષાયોને પાતળા કરીશ, પરમશાંત બનીશ, તે દિવસ મારો પરમ કલ્યાણકારી થશે. હે પ્રભુ! તે દિવસ, તે શુભઘડી મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org