________________
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૮: નિયંઠા સ્વરૂપ
૧
પ્રયોગ કરે તે યથાસૂમ પુલાક કહેવાય છે.
પુલાક નામ જ પુલાક લબ્ધિપ્રયોગને સૂચિત કરે છે. તેના પ્રત્યેક ભેદમાં પુલાલબ્ધિનો પ્રયોગ અવશ્ય થાય છે. તેમજ તેની વેશ્યા, સ્થિતિ, ગતિ, ભવ, આકર્ષ, અંતર, પ્રતિસેવના, લિંગ, સંયમપર્યવો, સમુદ્યાત આદિ દ્વારના વર્ણનથી સ્પષ્ટ છે કે પુલાક નિગ્રંથ લબ્ધિ પ્રયોગના સમયે જ હોય છે. મૂળપાઠમાં પણ પુલાકના પાંચ ભેદ પુલાક લબ્ધિથી સંબંધિત છે. (૨) બકુશ – બકુશ અર્થાત્ શબલ–કાબર ચિતરું–ચિત્રવિચિત્ર. જેનું ચારિત્ર, દોષસેવન રૂપ અશુદ્ધિથી મિશ્રિત હોય તેને બકુશ નિગ્રંથ કહે છે. દોષસેવનના નિમિત્તથી તેના બે ભેદ છે. શરીરબકુશ અને ઉપકરણ બકુશ. ૧. શરીર બકુશ :- શરીરની શોભા વિભૂષાને માટે હાથ, પગ, મુખ આદિ સાફ કરે, આંખ, કાન, નાક આદિનો મેલ દૂર કરે, નખ, કેશ આદિ અવયવોને સુસજ્જિત કરે, દાંત આદિને રંગે, ઇત્યાદિ પ્રવૃત્તિના સેવનથી જે શ્રમણ કાયગુપ્તિથી રહિત હોય, તે શરીર બકુશ છે. ૨. ઉપકરણ બકુશ - સંયમી જીવનના આવશ્યક ઉપકરણોની આસક્તિથી તેની શોભા વિભૂષામાં પ્રવૃત્તિશીલ બને, અકાલમાં વસ્ત્ર, પાત્રાદિ વારંવાર ધુએ રંગે, નિષ્કારણ પાત્રાદિ પર રોગાન લગાવે, અવનવી ડીઝાઈનો કરે, ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરે, તેને ઉપકરણ બકુશ કહે છે.
આ બંને પ્રકારના બકુશ ઋદ્ધિ અને યશના કામી હોય છે. તે સતત શાતાની જ કામના કરે છે, તેથી તે સાધુ જીવનના કર્તવ્ય અનુષ્ઠાનોમાં પૂર્ણ સાવધાન રહી શકતા નથી. તે નિગ્રંથો મૂળગુણમાં દોષનું સેવન કરતા નથી. તેની દોષની પ્રવૃત્તિ, ઉત્તર ગુણની સીમા પર્વતની જ હોય છે અને તે શિથિલ માનસિક વૃત્તિથી જન્મેલી હોય છે. જો દોષનું સેવન ક્રમશઃ વધતું જાય અને મૂળગુણની વિરાધના કરે તો પ્રતિસેવના કુશીલ અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે. જો દોષની શુદ્ધિ કરી લે તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. અથવા સૂક્ષ્મદોષોની પ્રવૃત્તિ ચાલુ રાખે અને સંયમ આરાધનામાં તત્પર બની જાય તો જીવનપર્યત બકુશપણે રહી શકે છે. બંને પ્રકારના બકુશના પાંચ પ્રકાર છેઆભોગ બકુશ’–સંયમવિધિ,શાસ્ત્રાજ્ઞા તેમજ દોષ પ્રવૃત્તિઓના પરિણામને જાણવા છતાં શિથિલવૃત્તિથી અને બેદરકારીથી દોષસેવન કરે તે આભોગ બકુશ છે. અનાભોગ બકુશ – જે સંયમ વિધિ કે શાસ્ત્રાજ્ઞાને જાણ્યા વિના, પોતાની પ્રવૃત્તિના સારાસારનો વિચાર કર્યા વિના અનુકરણવૃત્તિથી, દેખાદેખીથી તથા પ્રકારના સંગથી દોષનું સેવન કરે છે તે અનાભોગ બકુશ છે. સંવૃત્ત બકુશ :- ગુપ્ત રીતે દોષ સેવન કરે કે કોઈ પણ બકુશ પ્રવૃત્તિ કરે, તે સંવૃત્ત બકુશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org