________________
૧૩૯
અધિક સમય રહી જાય તો પૂર્ણ શુદ્ધાચારી આ નિગ્રંથ પણ સંયમ અવસ્થાથી ચ્યુત થઈ જાય છે. વિવેક જ્ઞાનઃનિગ્રંથ અવસ્થાથી ચ્યુતભ્રષ્ટ નહિ થવાના લક્ષ્યવાળા સાધકોએ પોતાના કોઈપણ દોષમાં, કોઈપણ કષાય વૃત્તિમાં, કોઈપણ અશુભ લેશ્યામાં અધિક સમય સ્થિર રહેવું જોઈએ નહિ. સદા સતર્ક, સાવધાન, જાગૃત રહીને વિના વિલંબે એ અવસ્થાઓથી નિવૃત્ત થઈને આત્મ ભાવમાં લીન બની જવું જોઈએ. શિથિલાચારીના વિાગઃ
ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૯ : પાસત્યાદિ સ્વરૂપ
:
(૧) પાર્શ્વસ્થ :- જે શ્રમણ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં પુરુષાર્થ નથી કરતો પરંતુ તેમાં સુસ્ત થઈ જાય છે તથા રત્નત્રયીના અતિચારો અને અનાચારોનું આચરણ કરીને તેની શુદ્ધિ નથી કરતો તે પાર્શ્વસ્થ(પાસત્થા) કહેવાય છે. (૨) અવસન :– જે પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, વિનય પ્રતિપત્તિ, આવશ્યકી આદિ સમાચારીઓનું અને સમિતિઓનું પાલન નથી કરતો અથવા તેમાં હીનાધિક યા વિપરીત આચરણ કરે છે અને શુદ્ધિ નથી કરતો તે અવસન્ન (ઓસન્ના) કહેવાય છે.
(૩) કુશીલ ઃ— જે વિધા, મંત્ર,તંત્ર, નિમિત્ત કથન યા ચિકિત્સક વૃત્તિ આદિ નિષિદ્ધ કૃત્ય કરે છે અને તેનાથી પોતાની માન સંજ્ઞા અથવા લોભ સંજ્ઞાનું પોષણ કરે છે તથા એ પ્રવૃત્તિઓનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી લેતો, તે કુશીલ કહેવાય છે.
(૪) સંસક્ત :- જે ઉન્નત આચાર વાળાનો સંસર્ગ પ્રાપ્ત કરીને ઉન્નત આચારનું પાલન કરવા લાગી જાય છે તેમજ શિથિલાચાર વાળાનો સંસર્ગ મેળવીને તેનાં જેવો પણ બની જાય છે અર્થાત્ નટની સમાન અનેક સ્વાંગ ધરી શકે છે અને ઊનની જેમ અનેક રંગ ધારણ કરી શકે છે, તે ‘સંસક્ત’(સંસત્તા) કહેવાય છે. (૫) નિત્યક :- જે ચાતુર્માસ કલ્પ અને માસકલ્પ પછી વિહાર નથી કરતો અથવા તેનાથી બે ગણો સમય અન્યત્ર વ્યતીત કર્યા પહેલાં ફરીને એજ ક્ષેત્રમાં આવીને રહી જાય છે અર્થાત્ જે ચાતુર્માસ પછી આઠ માસ અન્યત્ર પસાર કર્યા વિના જ ત્યાં ફરી આવીને રહી જાય છે તે નિત્યક(નિતિયા) કહેવાય છે. (૬) યથાચ્છંદ :-- જે સ્વચ્છંદતા પૂર્વક આગમથી વિપરીત મન માન્યુ પ્રરુપણ યા આચરણ કરે છે. તે યથાચ્છંદ-સ્વચ્છંદાચારી' કહેવાય છે.
(૭) પ્રેક્ષણિક :-- જે અનેક દર્શનીય સ્થળો અને દશ્યો જોવાની અભિરુચિવાળો હોય છે અને તેને જોતો રહે છે તથા તેનું સૂત્રોક્ત કોઈપણ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતો નથી તે ‘પ્રેક્ષણિક'(પાસણિયા) કહેવાય છે.
(૮) કાશિક
જે આહાર કથા, દેશ કથા વગેરે કરવા, સાંભળવા, જાણવામાં અભિરુચિ રાખે છે તેમજ તેને માટે સ્વાધ્યાયના સમયનો વ્યય કરીને સમાચાર
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org