Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 170
________________ ૧૦૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત પરિશિષ્ટ-૯ తకు નિગ્રંથ નિગ્રંથીઓના આત્મ નિરીક્ષણની પરિજ્ઞા [પાસત્યાદિ સ્વરૂપ વિચારણા] સાધુ-સાધ્વીઓની ગતિવિધિનું ચિત્રણ : (૧) સંયમ સ્વીકાર કર્યા પછી નિગ્રંથ બે દિશાઓમાં પ્રગતિ કરે છે. કેટલાક સાધક સંયમ આરાધનામાં પ્રગતિશીલ હોય છે, જ્યારે અનેક સાધક સંયમ વિરાધનામાં ગતિશીલ હોય છે. (૨) સંયમ આરાધનામાં પ્રગતિશીલ કેટલાય ભિક્ષુ પોતાની અથવા પોતાના ગચ્છની પ્રશંસા અને ઉત્કર્ષ કરતાં થકા તથા અન્ય જિન વચનમાં અનુરક્ત સામાન્ય સંયમ સાધકોના અપકર્ષ નિંદા કરવા અને સાંભળવામાં રસ લઈને માન કષાયના સૂક્ષ્મ શલ્યથી આત્મ સંયમની અન્ય પ્રકારે વિરાધના કરતા રહે છે. (૩) એથી વિપરીત આરાધનામાં પ્રગતિશીલ કેટલાક સાધક સ્વયં ઊંચાને ઊંચા સંયમ તપનું પાલન કરતાં થકા પરીષહ-ઉપસર્ગ સહન કરે છે, સાથો સાથ અલ્પસત્વ સંયમ સાધકો પ્રત્યે હીણી દષ્ટિ રાખતા નથી, તેમજ તેઓની નિંદાઅપકર્ષ પણ કરતા નથી. પરંતુ તેના પ્રત્યે મૈત્રી ભાવ, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ આદિથી સહૃદયતા અને ઉચ્ચ માનવતા પૂર્વકનો અંતર્બાહ્ય વ્યવહાર રાખે છે. તે ઉત્તમ આરાધના કરવાવાળા મહાન આદર્શ સાધક હોય છે. (૪) સંયમ વિરાધનામાં ગતિશીલ સાધક આપમેળે અથવા ગાડરિયા પ્રવાહના સ્વભાવથી આગમ સમ્મત સંયમ સમાચારીથી ભિન્ન અથવા વિપરીત આચરણોને એક-એક કરીને સ્વીકારતા જાય છે. એમ કરતાં કરતાં સંયમ અંગીકાર કરવાના મુખ્ય લક્ષ્યથી ક્રમશઃ ચુત થતા જાય છે. (૫) વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સાધક અન્ય આરાધક સાધકો પ્રત્યે આદરભાવ રાખે છે અને તેઓની આરાધનાઓની અનુમોદના કરતા રહે છે તેમજ પોતાની અલ્પતમ અને દોષયુક્ત સાધના માટે ખેદ ભાવ રાખે છે અને આગમોક્ત આચારની શુદ્ધ પ્રરુપણા કરે છે. (૬) એ સિવાય વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સંયમ સાધક ક્ષેત્ર કાળની આડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210