________________
છેઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૪ ચૌદ નિયમ
(૧૭) તેઉકાયઃ- (૧) પોતાના હાથથી અગ્નિ જલાવવી કેટલીવાર તેની મર્યાદા કરવી. (૨) વીજળીના બટન ચાલુ-બંધ કરવાની ગણતરી નંગમાં કરવી. (૩)ચૂલા-ચોકી કેટલી જગ્યા ઉપરાંતની બનેલી ચીજનો ત્યાગ અથવા ચૂલાની ગણતરી કરવી. ઘરની બનેલી ચીજનો એક ચૂલો ચોકો ગણી શકાય છે. ભોજન કેટલાય ચૂલા સગડી સ્ટવ આદિ પર બનેલું હોય. બહારની, પૈસાથી ખરીદેલી ચીજની બરાબર ખબર ન પડવાથી પ્રત્યેક ચીજનો એક ચૂલો ગણી શકે છે અર્થાત જેટલી ચીજ ખરીદીને લાવે તેના તેટલા ચૂલાની ગણતરી કરવી. બીજાને ઘરે જ્યાં ભોજન આદિ કરે તો તેના ઘરની ચીજોનો એક ચૂલો ગણવો અને વેચાતી ચીજો ધ્યાનમાં આવી જાય તો તેનો પ્રત્યેક ચીજના હિસાબથી અલગ ચૂલો ગણવો. (૧૮) વાયુકાય:- પોતાના હાથથી હવા નાખવાના સાધનોની ગણતરી નંગમાં કરવી. વીજળીના બટન, પંખા, પુફા, નોટબુક, કપડા આદિ કોઈપણ વસ્તુથી હવા નાખવાનો પ્રસંગ આવે તો તેની ગણતરી કરવી. પોતે કરાવે તેને પણ ગણવા. સીધા આવી જાય તો તેનો આગાર, ઝૂલા, પારણા આદિ પોતે કરે તેને પણ ગણવા. એક બટનને અનેક વાર કરવું પડે તો નંગમાં એકજ ગણી શકાય છે. કુલર, એર કન્ડીશનના ત્યાગ કે મર્યાદા કરવી. (૧૯) વનસ્પતિકાય – લીલા શાકભાજી, ફૂટ આદિના ત્યાગ કે મર્યાદા કરવી, ખાવાની તેમજ આરંભ કરવાની. સ્પર્શ આદિનો આગાર કરવો. સુવિધા હોય તો લીલોતરીના નામ તેમજ વજનનું સ્પષ્ટીકરણ પણ કરી શકે છે. (૨૦) રાત્રિ–ભોજન – ચૌવિહાર અથવા તિવિહાર કરવો અથવા રાત્રિ ભોજનની મર્યાદા કરવી. રાત્રે કેટલીવાર ખાવું કેટલીવાર પીવું અથવા કેટલા વાગ્યા પછી ખાવાનો ત્યાગ અને પીવાનો ત્યાગ. સવારે સૂર્યોદય સુધી અથવા નવકારશી અથવા પોરસી સુધીનો ત્યાગ. (ર૧) અસિ:– પોતાના હાથથી જેટલા શસ્ત્ર ઓજાર આદિ કામમાં લેવા તેની મર્યાદા નંગમાં કરવી જેમ કે- સોય, કાતર, પત્રી, ચાકુ, છુરી આદિ હજામતના સાધનોને આખો એક સેટ પણ ગણી શકે છે અને હજામ કરે તો તેની ગણતરી થઈ શક્તી ન હોવાથી આગાર રાખી શકે છે. માટે શસ્ત્ર તલવાર, બંદૂક, ભાલા, બરછી પાવડા, કોદાળી આદિનો ત્યાગ કરવો અથવા મર્યાદા કરવી. (રર) મસી – પેન, પેન્સિલ, હોલ્ડરની મર્યાદા કરવી. (ર૩) ખેતી–વ્યાપાર – ખેતી હોય તો તે સંબંધમાં એટલા વીઘા ઉપરાંતનો ત્યાગ અથવા સંપૂર્ણ ત્યાગ. અન્ય વ્યાપારોની મર્યાદા જાતિમાં કરવી, નોકરી હોય તો તે સિવાય બધા વ્યાપારનો ત્યાગ કરવો. ઘર ખર્ચમાં મર્યાદા કરવી. (૨૪) ઉપકરણ:- ઘડીયાળ, ચમા, કાચ, દાંતિયા, થાળી, વાટકા, ગ્લાસ, લોટા, લેધરબેગ, બોક્સ, કબાટ, બાજોઠ, રેડિયો આદિની મર્યાદા કરવી પોતાના ઉપયોગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org