________________
૧૫૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
કરવી. સાત પ્રહર અથવા છ પ્રહર અથવા દિવસ ભરનો ત્યાગ કરવો અથવા ઘડીના સમયથી પણ મર્યાદા કરી શકાય છે.
(૧૨) દિશા ઃ— પોતાના સ્થાનથી ચારે દિશામાં સ્વાભાવિક કેટલા કિલોમીટરથી આગળ આવવું જવું નહિ તેની મર્યાદા કરવી. ઊંચી દિશામાં પહાડ ઉપર અથવા ત્રણ-ચાર માળના મકાન પર જવાનું હોય તો તેની મર્યાદા કરવી. નીચી દિશાભોંયરા આદિમાં જવું હોય તો તેની મર્યાદા મીટર અથવા ફૂટમાં અલગ કરી લેવી જોઈએ. વિશેષ પરિસ્થિતિમાં પાંચ નવકાર મંત્રના આગારથી મર્યાદા કરવી. કિ.મી. અથવા પ્રાંતમાં. સ્વભાવિક રહેઠાણની જમીન ઊંચી નીચી હોય તેમ તેનો આગાર. તાર, ચિઠ્ઠી, ટેલીફોન પોતે કરવાની મર્યાદા કરવી. કિ.મી. માં અથવા આખા ભારત વર્ષમાં અમુક-અમુક દેશ અર્થાત્ પ્રાંતમાં સંખ્યામાં પણ મર્યાદા કરી શકાય છે. (૧૩) સ્નાન :– આખા શરીર પર પાણી નાખીને સ્નાન કરવું ‘ મોટું સ્નાન’ છે આખા શરીરને ભીના કપડાથી લૂછવું તે ‘મધ્યમ સ્નાન’ છે અને હાથ, પગ, મોઢું ધોવું ‘નાનું સ્નાન’ છે. તેની મર્યાદા કરવી તથા સ્નાનમાં કેટલું પાણી લેવું તેની મર્યાદા કરવી. લીટર અથવા ડોલમાં. તળાવ, નળ, વર્ષા અથવા માપ વગર પાણીનો ત્યાગ. રસ્તે ચાલતા નદી, વરસાદ આવી જાય તો ચાલવાનો આગાર અથવા જાણી જોઈને ન્હાવાનો ત્યાગ, લોકાચારનો આગાર.
(૧૪) ભોજન :– દિવસમાં કેટલીવાર ખાવું તેની મર્યાદા કરવી. અર્થાત્ ભોજન દૂધ, ચા, નાસ્તો, સોપારી, ફળ, આદિને માટે જેટલી વાર મોઢું ચાલું રાખે તેની ગણતરી કરવી. કોઈ વ્યસન હોય તો તેને છોડી દેવું જોઈએ અથવા ગણી શકાય તો ગણવું અથવા આગાર કરી શકે છે. બીજો કોઈ આગાર અથવા ધારણા કાયમ કરી શકાય છે.
[ઉપરના ચૌદ નિયમો સિવાય પરંપરાથી નીચેના નિયમ ઉમેર્યા છે. મૂળ પાઠમાં દ્રવ્યાદિ શબ્દ હોવાથી અને સંખ્યાનો નિર્દેશ ન હોવાથી તેમજ આ નીચે પ્રમાણેના બોલોની મર્યાદા કરવી દિનચર્યામાં આવશ્યક હોવાથી આ બોલ યોગ્ય જ છે.] (૧૫) પૃથ્વીકાય :– માટી, મુરડ, ખડી, ગેરુ, હિંગળો, હરિતાલ આદિ પોતાના હાથથી આરંભ કરવાની મર્યાદા, જાતિ વજનમાં કરવી અથવા સંપૂર્ણ ત્યાગ કરવો. ખાવામાં ઉપરથી નિમક લેવાનો ત્યાગ અથવા મર્યાદા કરવી. પોતાના હાથથી નિમકનો આરંભ કરવાની મર્યાદા વજનમાં કરવી.
(૧૬) અકાય :- (૧) પાણી પીવું, સ્નાન કરવુ, કપડા ધોવા, ઘર–કાર્ય આદિ માં પોતાના હાથથી વાપરવું, આરંભ કરવો, તેની કુલ મર્યાદા કરવી. સ્પર્શનું અહીં-તહીં રાખવાનું, નાખવાનું, બીજાને દેવાનું અથવા પીવડાવવાનો આગાર. (૨) પાણીયારા– કેટલી જગ્યાનું પાણી પીવું તેની મર્યાદા પણ ગણતરીમાં કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org