________________
ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૩ : બાર વ્રત
આગાર. પ્રતિક્રમણ અર્થ સહિત વરસમાં એક વખત અવશ્ય વાંચીશ. જલ્દીથી જલ્દી જાતિ અને નામોની નોંધ કરવી, યથા– લીલોતરી, સચિત્ત, કંદમૂળના, સાબુના વિલેપનના, દાંતણના, વસ્ત્રના, ફૂલના, અગરબત્તીના, વ્યાપારના, દ્રવ્યોના. અધ્યયન :– (૧) આ પુસ્તક મહિનામાં ( ) વાર વાંચીશ. (૨) ઉપાસક દશા સૂત્રનો સારાંશ વરસમાં ( ) વાર વાંચીશ. (૩) બત્રીશ આગમોનો આઠ ભાગોમાં સારાંશ ( ) વરસમાં વાંચીશ. કંઠસ્થ જ્ઞાન -સામાયિક સૂત્ર ૩ર દોષયુક્ત; પ્રતિક્રમણ અર્થ સહિત અને પચ્ચીસ બોલ.
મહત્ત્વની વાતો: શિક્ષાઓ
(૧) બધા જૈન શ્રમણોનો આદર, સત્કાર, સન્માન, વિનય, ભક્તિ, શિષ્ટાચાર આદિ અવશ્ય કરવો. સમય કાઢીને તેઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું. શક્તિ પ્રમાણે સેવા અને સહયોગ આપવો. સુપાત્રદાન દઈને શાતા પહોંચાડવી.
૧૪૧
(ર) અન્ય મતાવલંબી જૈનેતર સંન્યાસી આદિનો અતિ પરિચય ન કરવો. પરંતુ સંયોગવશાત્ મળી જાય તો અશિષ્ટતા, અસભ્યતા ન કરવી.
(૩) કુળ પરંપરાથી દેવ-દેવીની પૂજા આદિ કરવા પડે તો તેને ધર્મ ન સમજવો, સાંસારિક કાર્ય સમજવું.
(૪) હિંસા અને આડંબરમાં તથા પાપના આચરણને કયારેય પણ ધર્મ ન માનવો. (૫) કોઈ વ્યક્તિ કે સમુદાયની નિંદા, અવહેલના ન કરવી; અનુકંપા ભાવ રાખવા. (૬)જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનારા શ્રમણોને હંમેશા અવસર પ્રમાણે વિનય-વિવેક યુક્ત શબ્દોમાં સૂચના કરતા રહેવું પરંતુ નિંદા-તિરસ્કાર ન કરવી.
(૭) કોઈપણ પ્રાણી પ્રત્યે આપણા મનમાં રાગ અથવા દ્વેષ અર્થાત્ નારાજી, રંજ, એલર્જી ભાવ ન રાખવો. ભલે ને તે પાપી હોય, દુષ્ટ હોય, વિરોધી હોય, ધર્મી હોય, અશુદ્ધ ધર્મી હોય, અહિત કરનાર હોય, પાગલ કે મૂર્ખ હોય, શિથિલાચારી હોય, અન્ય સંપ્રદાય કે અન્ય ધર્મનો અનુયાયી હોય; બધાના પ્રત્યે ચિત્ત સ્વસ્થ અને પ્રસન્ન રાખવું જોઈએ. ‘બધાના પુણ્ય અને ઉદય કર્મ જુદા-જુદા હોય છે,' એવું ચિંતન કરીને સમભાવ રાખવો આ સમકિતનું પ્રથમ લક્ષણ છે– ‘સમ’,
(૮) પરમત-પરપાખંડ, અન્ય દર્શન, મિથ્યા દષ્ટિ આદિની સંગતિ, પરિચય, પ્રશંસા, સન્માન આદિનો સમ્યક્ત્વ શુદ્ધિની અપેક્ષાએ આગમોમાં નિષેધ છે. પરંતુ સ્વદર્શની જિનમતાનુયાયી તીર્થંકરોના અનુરાગી આદિ જે જૈન શ્રમણ નિગ્રંથ છે તેની નફરત કરવી, અનાદર કરવો, અયોગ્ય આચરણ છે, રાગ-દ્વેષ વર્ધક આચરણ છે, સંકુચિત વૃત્તિનું પરિચાયક છે, તે આગમ સમ્મત પણ નથી. પરંતુ જૈનશાસનની અવહેલના કરાવવાનું એક હલકું કર્તવ્ય છે. તેથી સમસ્ત જૈન શ્રમણોનું સન્માન રાખવું જોઈએ તથા અનાદર તિરસ્કાર તો કોઈનો પણ ન કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org