________________
૧૩૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૪) ચોથું વ્રત : સ્વદાર સંતોષ, પરદાર વિવર્જન(પોતાની સ્ત્રીની મર્યાદા, પરસ્ત્રીનો ત્યાગ) — (૧) સંપૂર્ણ મૈથુન સેવનનો ત્યાગ અથવા મહિનામાં ) દિવસ મૈથુન સેવનનો ત્યાગ (૨) પરસ્ત્રી અથવા વેશ્યાનો ત્યાગ (૩) ( ) વર્ષ પછી લગ્ન કરવાનો ત્યાગ (૪) દિવસમાં મૈથુન સેવનનો ત્યાગ. એક કરણ એક યોગથી તેમજ સોઈ દોરાના ન્યાયથી જિંદગી સુધી. પાંચે અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની શક્ય કોશિશ કરીશ.
અતિચાર (૧) નાની ઉંમરની પોતાની કે થોડા સમય માટે આપેલી શુલ્ક પોતાની કરેલી સ્ત્રીની સાથે કુશીલ (મૈથુન) સેવન કરવું (૨) સગાઈ કરેલી કન્યાની સાથે મૈથુન સેવન કરવું (૩) અશુદ્ધ રીતથી મૈથુન સેવન કરવું. (૪) બીજાના લગ્ન કરાવી આપવા (૫) ઔષધિ આદીથી વિકાર ભાવને વધારવો. (૫) પાંચમું વ્રત : પરિગ્રહ પરિમાણ :
(૧) ખેતી ઘર વીઘા ( ) વ્યાપાર સંબંધી વીઘા ( ) (૨) મકાન દુકાન કુલ નંગ ( ) (૩) પશુની જાતિ ( ) નંગ ( ), સવારી જાતિ ( ) નંગ ( ), શેષ કુલ પરિગ્રહ ( રૂ. ) જેનું સોનું ( ) કિલો પ્રમાણ ચાંદી ( ) કિલો પ્રમાણ. આ મારો અધિકતમ પરિગ્રહ થયો. તે ઉપરાંત પરિગ્રહ રાખવાનો એક કરણ ત્રણ યોગથી ત્યાગ. નવા મકાન ( ) ઉપરાંત બનાવવાનો ત્યાગ.
-
---
સ્પષ્ટીકરણ :~ બીજાની ઉધાર પૂંજી જે વ્યાપારમાં લાગેલી છે તેને મારી નહિ ગણું. જે ચીજની માલિકી વાસ્તવમાં ઘરમાં કોઈ વ્યક્તિની અલગ કરી દીધી હોય તેને મારા પરિગ્રહમાં ગણીશ નહિ. સરકારમાં નામ અલગ-અલગ હોય અને ઘરમાં એકજ હોય તેને હું પરિગ્રહમાં ગણીશ. ભાગીદારીના વ્યાપારમાં બીજાની સંપત્તિને મારી નહિ ગણું. પુત્રવધુની પોતાની વસ્તુ અથવા સામાનને મારા પરિગ્રહમાં નહિ ગણું. પોતાની પત્નીનો સામાન મારા પરિગ્રહમાં ગણીશ. મકાન, જમીન, પશુ અને વાહનની કિંમત નહિ કરું પરંતુ સંખ્યામાં જ પરિગ્રહનું માપ રાખીશ. મારે આધીન ન ચાલે એવા પુત્રાદિ કંઈપણ કરે તો તેનો આગાર . અતિચાર :- પરિગ્રહની જે જે મર્યાદા રાખી છે તેનો અવિવેકથી અજાણપણે તેમજ હિસાબ કરવાનો રહી જતાં કાંઈ ઉલ્લંઘન થયું હોય તો તે બધાને અતિચાર સમજવા અને જાણીને લોભસંજ્ઞાથી ઉલ્લંઘન થાય તો તેને અનાચાર સમજવા. (૬) છઠ્ઠું વ્રત ઃ દિશા પરિમાણ :--
પોત પોતાના સ્થાનથી ચારે દિશામાં ( ) કિલોમીટર ઉપરાંત જવાનો ત્યાગ અથવા ભારત ઉપરાંત જવાનો ત્યાગ ( ) અથવા વિદેશ સંખ્યા ( ) ઉપરાંત ત્યાગ. વિદેશ નામ ( ); ઉપરની દિશામાં કિ.મી. ( ), નીચેની દિશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org