________________
૧૩૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
છે. આત્માને માટે પણ આમ સમજવું જોઈએ કે શ્રાવકને અત્યંત આવશ્યક સાંસારિક કાર્યઅથવા પાપ કાર્યસિવાયનિરર્થક પાપ કરવું, અવિવેક અને અજ્ઞાન દશાવાળા અનર્થ દંડ થાય છે.
નિરર્થક એક લોટો પાણી પણ ખર્ચ કરવું અથવા ફેંકવું શ્રાવકને પસંદ હોતું નથી અને આવશ્યક હોવા પર સાચા મોતીનો પણ ખર્ચ કરી નાખે છે. બસ આ જ વિવેક જાગૃત કરવાને માટે આઠમું વ્રત છે.
ગૃહસ્થમાં રહેવાવાળાને કેટલાક કાર્ય આવશ્યકતા અનુસાર કરવા પડે છે તે સંબંધી આશ્રવ અને બંધ પણ તેને થઈ જાય છે પરંતુ જે કર્માશ્રવ અને બંધ નિરર્થક અવિવેક, આળસ અને અજ્ઞાનતાથી થાય છે, તેને રોકવાને માટે શ્રાવકે જ્ઞાન અને વિવેકની વૃદ્ધિ કરવી જોઈએ તથા આળસ, લાપરવાહીને દૂર કરીને સાવધાની સજાગતા જાગરૂકતા રાખવી જોઈએ.
અજ્ઞાનદશાથી કરવામાં આવતી અથવા વિકૃત પરંપરાથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને જ્ઞાન અને વિવેકના સામંજસ્યથી છોડી દેવી જોઈએ. તે પ્રવૃત્તિઓ મન, વચન અને કાયાથી કરવામાં આવે છે.
અનર્થદંડના ચાર ભેદોમાં આ ત્રણનો સમાવેશ થઈ જાય છે. તેથી શ્રાવકે અનેક મર્યાદાઓ કરવાની સાથે ચાર પ્રકારના અનર્થ દંડના સ્વરૂપને સમજીને તેનો પણ ત્યાગ કરવો જોઈએ. તેમ કરતાં અનેક વ્યર્થના કર્મબંધથી આત્માની સુરક્ષા કરી શકાય છે.
समझु शंके पाप से, अणसमझु हरपंत । वे लूक्खा वे चीकणा, इण विध कर्म बंधंत ॥ समझ सार संसार में, समझु टाले दोष ।
समझ समझ कर जीवडा, गया अनंता मोक्ष ॥ નવમા વ્રતનું પ્રયોજન -
लाखखांडी सोना तणु लाख वर्ष दे दान ।
सामायिक तुल्ये नहीं, इम निश्चय कर जाण ॥ પહેલા આઠ વ્રતોમાં મર્યાદાઓ કરવામાં આવી છે. આ વ્રતમાં મર્યાદા અથવા પાપનો આગાર ન રાખતા થોડા સમયને માટે પાપોની સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરાય છે. પૂર્વાચાર્યોએ તેનો સમય ૪૮ મિનિટનો નક્કી ક્યું છે. તેથી ઓછામાં ઓછી ૪૮ મિનિટ સુધી રોજ શ્રાવકે બધી પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરીને તે સમયમાં ધર્મ જાગરણ કરીને આત્માની ઉન્નતિ કરવાને માટે તેમજ આત્માને શિક્ષિત કરવાને માટે સામાયિક વ્રત અવશ્ય ધારણ કરવું જોઈએ. આ વ્રતને ધારણ કરવામાં પોતાની ઇચ્છાનુસાર સામાયિક કરવાની સંખ્યાને નક્કી કરી લેવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org