________________
ઉપદેશ શાસ્ત્ર : પરિશિષ્ટ-૩ : બાર વ્રત
૧૨૯ વા
તેથી મોક્ષાર્થી સાધકે પોતાની ઇચ્છાઓ, પરિગ્રહ અને મમત્ત્વને આવશ્યક સમજી મર્યાદિત કરવું જોઈએ.
આ વ્રતમાં ગૃહસ્થ જીવનની આવશ્યક્તા અનુસાર પરિગ્રહની મર્યાદા કરવાનો જ મુખ્ય ઉદ્દેશ છે. છઠ્ઠાવ્રતનું પ્રયોજન :–
આ છઠ્ઠું દિશાવ્રત પાંચ મૂળ અણુવ્રતોને પુષ્ટ કરવાવાળું છે અર્થાત્ તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાવાળું છે. લોકમાં જેટલા પણ ક્ષેત્રો છે અને તેમાં જે ક્રિયાઓ ચાલી રહી છે તેનો ત્યાગ નહિ કરવાથી સૂક્ષ્મક્રિયાઓ આવતી રહે છે. દિશાઓની મર્યાદા કરવાથી તેની આગળ જવાનો અથવા પાપ સેવન કરવાનો ત્યાગ થઈ જાય છે. ત્યારે ત્યાંની આવવાવાળી ક્રિયાઓ બંધ થઈ જાય છે તેથી શ્રાવકે પોતાને આવશ્યક થતી સીમાને નક્કી કરીને તે ઉપરાંત આખા લોકમાં પ્રવૃત્તિ કરવાનો કે કરાવવાનો ત્યાગ કરવો જોઈએ. જેમ કોઈ મકાનના ઓરડાઓનો ઉપયોગ ન હોય તો બંધ કરી દેવાય છે કે જેથી તેમાં ધૂળ કચરા ભરાઈ ન જાય, ખુલ્લા રાખવાથી ધૂળ વગેરે ભરાઈ જાય છે. તેવી જ રીતે દિશાઓની સીમા નક્કી કરી દેવાથી અને તે ઉપરાંતનો ત્યાગ કરી દેવાથી તે પાપ ક્રિયાઓનો આશ્રવ બંધ થઈ જાય છે. તેથી શ્રાવ ને માટે છ દિશાઓની મર્યાદારૂપ આ વ્રત કહ્યું છે; તેને ધારણ કરવું અત્યંત સરળ છે.
સાતમા વ્રતનું પ્રયોજન :
લોકમાં ખાવાના તેમજ ઉપયોગમાં લેવાના ઘણા પદાર્થ છે, તેમજ વ્યાપાર ધંધા પણ અનેક છે, તેનો ત્યાગ કરવાથી જ ત્યાગી થવાય છે અને ત્યાગ નહિ કરવાથી તેની ક્રિયા હંમેશા આવતી રહે છે. છઠ્ઠા વ્રતથી ક્ષેત્રની મર્યાદા થઈ જવા પર તે ક્ષેત્રમાં રહેલા પદાર્થોની તેમજ વ્યાપારોની મર્યાદા કરવી પણ અતિ જરૂરી છે તેથી ૨૬ બોલ તેમજ વ્યાપારોની મર્યાદાને માટે આ સાતમું વ્રત ધારણ કરવું જોઈએ. તેમાં પંદર (કર્માદાન) અતિ પાપ બંધ કરવાવાળા ધંધાઓનો ત્યાગ કરવાની પ્રેરણા પણ છે. સંભવ હોય તો શ્રાવકે તેનો પૂર્ણરૂપે ત્યાગ કરવો જોઈએ. આઠમાં વ્રતનું પ્રયોજન :
2
योग्य खर्च करवो भलो भलो नहीं अति भाय । लेखन भर लिखवो भलो, नहीं रेडे रूसनाय || शेठ उपालंभ आपियो, निरर्थक ढोलयो नीर । रोग हरण मोती दिया, गई बहूकी पीर ॥
શાહીથી લખવાવાળા મર્યાદિત કલમ ભરીને લખે છે પરંતુ કાગળ પર શાહી ઢોળતાં નથી તેવી જ રીતે યોગ્ય અને આવશ્યક ખર્ચ કરવો જ ઉચિત હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org