________________
૧૦૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત :
૮. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૮ માં :- પરિસ્થિતિને વશ થઈને એકલ વિહારી સાધુની વૃદ્ધાવસ્થાનું વર્ણન છે, તેમાં છત્ર, લાઠી, ચર્મ, ચર્મ છેદનક વગેરે ઉપકરણોનું કથન છે. અહીંયાં એવું વિધાન કરવામાં આવેલ છે કે એ ભિક્ષુ ઉપરોક્ત દર્શાવેલ ઉપકરણોને ભિક્ષા આદિ કાર્યમાં સાથે ન રાખી શકે તો કોઈ ગૃહસ્થને તેની સુરક્ષાની જવાબદારી સોંપીને જઈ શકે છે અને કાર્ય સમાપ્તિ બાદ આવીને તેને સૂચિત કરીને ગ્રહણ કરી શકે છે. જો કે જિનકલ્પી કે પડિમાધારી સાધુની આવી સ્થિતિ હોતી નથી, તેઓ તો એકાંત ઉત્સર્ગ વિધિ થી (અપવાદ કે દોષ સેવન વિના) અને ઓછામાં ઓછા ઉપકરણોથી નિર્વાહ કરે છે અને કોઈની પણ મદદની ઇચ્છા રાખ્યા વગર સંયમ તપની આરાધના કરે છે.
આચારાંગ સૂત્ર શ્રુત-૧, અધ્ય–૫, ઉદ્દેશક–૧ માં - પોતાની પ્રકૃતિ, પોતાના સ્વભાવની ખરાબીના કારણે અનેક દોષિત આચરણ સહિત સંયમ જીવન જીવનાર એકલ વિહારીનું વર્ણન છે. ૧૦.બૃહત્કલ્પ, ઉદ્દેશક-૪ માં - યથાયોગ્ય, આગમમાં વર્ણિત હોય તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત સ્વીકાર ન કરનારને ગચ્છથી અલગ કરી દેવાનું વિધાન છે. તે પ્રમાણે અન્ય અપરાધના કરનારને કે અનુશાસનનો સ્વીકાર ન કરનારને પણ ગચ્છમાંથી કાઢી નાખવામાં આવે છે. તેઓ અસહાય બની એકલ વિહાર ચર્યા ધારણ કરે છે. ૧૧. ઠાણાંગ સૂત્ર, ઠા–૫ માં :- ગણ ત્યાગ કરવાના અનેક કારણ આપવામાં આવેલ છે, જેમાં ગચ્છની અવ્યવસ્થા સંબંધી તેમજ સંયમ જીવનની વિધિઓના યથાવત્ અનુસરણ” સંબંધી છે, આ કારણોસર ગણ ત્યાગ કરવાની આજ્ઞા આપવામાં આવેલી છે તથા બૃહત્કલ્પ– ઉદ્દેશક ૪ માં- સંયમ ગુણોની વૃધ્ધિ થાય તેવા ગચ્છમાં ભળી જવાની આજ્ઞા છે, પરંતુ સંયમ ગુણોની પોતાના ગચ્છની સરખામણીથી હાનિ થતી હોય તો તેવા ગચ્છમાં જવાનો સ્પષ્ટ નિષેધ છે અને તેવા ગચ્છમાં જો ગયા હોય તો તે માટે નિશીથસૂત્ર, ઉદ્દેશક–૧૬ માં ચોમાસી પ્રાયશ્ચિત્તનું કહ્યું છે. આવી પરિસ્થિતિમાં પણ તે ગણ ત્યાગી ભિક્ષુનો એકલ વિહાર સંભવિત છે. ૧૨. વ્યવહાર સૂત્ર, ઉદ્દેશક-૧ માં – આચાર્ય, ઉપાધ્યાય, ગણાવછેદક, તેમજ સામાન્ય સાધુ કે જેમણે પોતાની સમજણથી એકલવિહાર ચર્યા સ્વીકારેલ હોય, તેઓ તે એકલ વિહાર ચર્યા ત્યાગી ફરીથી ગચ્છમાં જોડાવા ઇચ્છે, કુશલ સાધુ વિગેરે પણ પોતાની આવી(એકલવિહાર ચય) અવસ્થાનો ત્યાગ કરી ફરી ગચ્છમાં આવવા ઇચ્છે તો તે દરેકને ગચ્છમાં સમાવી લેવાનું વિધાન છે. જો કે આવા સાધુને લીધા પહેલા ગચ્છ વ્યવસ્થાના હેતુથી પ્રશસ્ત કે અપ્રશસ્ત બધાંજ એકલ વિહાર ચર્યાવાળા માટે પ્રાયશ્ચિત્ત રૂપે યથાયોગ્ય તપ કે દીક્ષા છેદ કરીને લેવાનું વર્ણન છે, એકાંત દીક્ષા છેદનું કથન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org