________________
A. ૧૧૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
ઉપસંહાર :- પ્રત્યેક પ્રાવધાન વ્યવસ્થાઓમાં લાભ અને હાનિ બન્ને અલગ અલગ અંશમાં નિહિત હોય છે. અપેક્ષિત હાનિ અથવા લાભ વિના કોઈપણ પ્રવૃત્તિ થતી નથી. તેથી કોઈપણ આગમસંમત સમાધિકારક સાધનાને વિકસિત કરવાવાળી ચિત સમાધિની પ્રવૃત્તિઓનો હાનિના બહાને એકાંત નિષેધ કરવાનું કદાપિ ઉચિત કહી શકાય નહિ.
સ્વતંત્ર ગોચરી અને સ્વતંત્ર વિહારની યોગ્યતા :૧. ત્રણ વર્ષની દીક્ષા હોય, ૨. આચારાંગ નિશીથનો ધારક અર્થાત્ ગીતાર્થ અથવા બહુશ્રત હોય, . વૈર્યવાન, ગંભીર, શાંત સ્વભાવી હોય, ૪. પ્રિય-ભાષી અને અલ્પ ભાષી હોય, ૫. ગવેષણાની પરીક્ષામાં ઉત્તીર્ણ હોય, છે. કોઈપણ પદાર્થમાં પ્રતિબદ્ધ ન હોય, આસક્તિ ન હોય, કોઈ વ્યસન ન હોય, ૭. સદા કોઈ અભિગ્રહ ધારણ કરીને ગોચરી જાય, ૮. બીજાઓને માટે તિરસ્કાર પૂર્ણ વ્યવહાર અને ભાષાનો પ્રયોગ ન કરે. ૯. છેદ સૂત્રના વિવેચનનું (બાવરથી પ્રકાશિતનું) ઓછામાં ઓછું બે વખત વાંચન કર્યું હોય, ૧૦. નિયમિત સ્વાધ્યાય કરે, વ્યર્થ સમય વ્યતીત ન કરે, ૧૧. સેવાની આવશ્યકતા થવા પર આજ્ઞા પ્રાપ્ત થતાં જ તત્પર રહેનારો, ૧૨. શ્રદ્ધા પ્રરૂપણામાં આગમ નિરપેક્ષ બુદ્ધિ ન હોય, ૧૩. ગૃહસ્થો અને અન્ય સંપ્રદાયના સાધુઓ પ્રત્યે સદ્ભાવના તેમજ સહદયતા હોય, ૧૪. ઉત્સર્ગ અપવાદનો વિવેકપૂર્વક નિર્ણય કરી શકવા સમર્થ હોય, ૧૫. આગમ સંમત પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરવાની સરળતા હોય, ૧. બ્રહ્મચર્યની સુરક્ષાના સર્વ નિયમ-ઉપનિયમોમાં ઉત્તીર્ણ હોય. ૧૭. મહિનામાં ઓછામાં ઓછા ચાર દિવસ તપસ્યા કરે. (આયંબિલ, નિવી, ઉપવાસ) ૧૮. ઔષધ સેવન ન કરે, સદા વિશેષ વિગય સેવન ન કરે. વિશેષ કારણ વિના માખણ, મધ ન વાપરે અને સકારણ લે તો મર્યાદા(૧–૨ તોલા)થી વધારે ન લે, ૧૯ સ્વાથ્ય સંબધી નિયમ-ઉપનિયમ, આહાર-વિહારનો અનુભવી હોય. ૨૦. વિનય સહિત વિનંતી કરી સ્વતંત્ર ગોચરીની આજ્ઞા પ્રાપ્ત કરવી. ૨૧. અપવાદની પરિસ્થિતિમાં અલ્પ યોગ્યતાવાળો પણ ગીતાર્થની આજ્ઞાથી એકચર્યા ધારણ કરી શકે છે. I સાધુનો બીજો મનોરથ ગચ્છ મુક્ત થઈને એકલવિહાર ચર્યા ધારણ કરવી II
|| ભિક્ષુની સ્વતંત્ર ગોચરી: પરિશિષ્ટ સંપૂર્ણ . આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org