________________
ક
..
'
આ
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧ : એકલવિહાર
પરિસ્થિતિમાંથી નીકળવા માટે આ એક અવલંબન ભૂત અવસ્થા છે. જેની આગમોમાં ઘણી બધી જગ્યાએ સ્પષ્ટરૂપથી આજ્ઞા તેમજ પ્રેરણા પણ છે. આવું આપેલા પ્રમાણોથી સમજી શકાય છે. ૨. આચાર્ય, પદવીધારી સાધુ તેમજ સાધ્વી માટે એકલ વિહારનો પૂર્ણ નિષેધ છે. સામાન્ય સાધુ માટે કોઈ પણ આગમમાં પૂર્ણ નિષેધ નથી, આ સ્પષ્ટ અને સત્ય વાત છે, તેની ઉપેક્ષા કરવી, એ આગમથી વિરુદ્ધ પ્રરૂપણા છે. ૩. આગમમાં અવ્યક્ત ભિક્ષુ માટે તથા અનુપશાંત અનાત્માર્થી ભિક્ષુ માટે એકલ વિહારનો નિષેધ છે. કાચા સાધકોને અપરિપકવ પંખીની ઉપમા આપી, ગુરુકુળવાસ આવશ્યક ગણાવ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ, ઉપશાન્ત, શાંત, આત્માર્થી તેમજ બહુશ્રુત ગીતાર્થને એકલવિહારનો નિષેધ નથી.
અનેક દષ્ટિકોણોથી ભરપૂર આવા આગમ વર્ણન ઉપલબ્ધ હોવા છતાં જે પોતાને વિદ્વાન માનીને એકાંત પ્રરૂપણા કરે છે, તે સાચાં આગમ પક્ષકાર નથી, પરંતુ તેઓ ગાડરિયા પ્રવાહની વૃત્તિવાળા બની આગમોને બંને આંખે જોવાના પ્રયત્ન નહિ કરનારા છે. તેઓ એક આંખથી જોવાની વૃત્તિવાળા એક ચક્ષુ વ્યક્તિ છે તેમ સમજવું. આવા મહાનુભાવોએ આવા આગમયુક્ત આ સંકલનનો અભ્યાસ કરી, મનન કરીને એક ચક્ષુમાંથી દ્વિચક્ષુ બનવું જોઈએ અર્થાત્ આગમ વર્ણિત ઉભયપક્ષના દષ્ટિકોણોને સમજી અનેકાંત સિધ્ધાંતનો સ્વીકાર કરવો જોઈએ. ત્યારે જ તે પોતાને વિદ્વાન માનનારાઓ શુધ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્રના આરાધક બની શકે છે.
આગમ વિરુધ્ધ એકાંત પ્રરૂપણા કરવી મહાપાપ છે! અનેકાન્ત સત્ય સ્વીકારવું પરમ ધર્મ છે!
અકલ્પનીય એકલ વિહાર કરવો જિનાજ્ઞાની ચોરી છે ! (૧) વિશિષ્ટ એકલ વિહાર:
ભિક્ષુની બાર પડિમા, મોયપડિમા, ચંદ્ર પડિમા વગેરે વિશિષ્ટ નિયમ અભિગ્રહ તેમજ સંપૂર્ણ રાત્રિના કાયોત્સર્ગ વગેરેથી યુક્ત પડિમાઓ ઈત્યાદિ સાધનાઓ વિશિષ્ટ સહનનવાળા જ ધારણ કરી શકે છે અને તે સર્વેય ગુરુનિશ્રામાં આચાર્યની સંપદામાં કહેવાય છે. (ર) નિષિદ્ધ એકલ વિહાર:૧. આચારાંગ સૂત્ર, શ્રુત૦–૧, અધ્યયન-૫, ઉદ્દેશક–૪ માં – અવ્યક્તનો એકલ વિહાર નિષિદ્ધ છે. ર. આચાડ્યૂ–૧, અ–૫, ઉ–૧ માં :– ક્રોધી, માની, ધૂર્ત વિગેરેનો એકલા વિહાર દૂષિત કહેવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org