________________
- ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ–૧ : એકલવિહાર
ઉપદેશ શાસ્ત્ર પરિશિષ્ટ- એકલવિહાર
૧૦
૧૦.
કેટલાક પ્રમાણોનું વિશ્લેષણ
પૂવોક્ત એકલવિહાર સંબંધી વિચારણાઓમાં સંકેત માત્ર કરેલ કેટલાક પ્રમાણોને અહીં સ્પષ્ટ કરીને સમજાવવામાં આવશે. ૧. ઠાણાંગ સૂત્ર ત્રીજા ઠાણામાં - સાધુના તથા શ્રાવકના ત્રણ મનોરથ બતાવવામાં આવેલ છે. તેમાં સાધુના ત્રણ મનોરથ આ પ્રમાણે છે(૧) જે સમયે જેટલા પણ આગમ ઉપલબ્ધ હોય તેનું વધારેમાં વધારે સમય અધ્યયન કરીશ. (૨) મારા માટે એ દિવસ કલ્યાણમય હશે, કે જે દિવસે હું ગચ્છથી નિરપેક્ષ (રાગ-દ્વેષની દશાથી પર) બની એકાંત આત્મ સાધના માટે એકલવિહાર પ્રતિજ્ઞા ધારણ કરી એકલો વિચરીશ. (૩) એ દિવસ મારા માટે પરમ કલ્યાણકારી હશે કે જ્યારે મને સંલેખણા સંથારાયુક્ત પંડિત-મરણ પ્રાપ્ત થશે.
શ્રાવકનો બીજો મનોરથ પણ ગૃહત્યાગ કરી સંયમ લેવાનો છે પરંતુ આવો મનોરથ બધાં શ્રાવકોને આવતો નથી જે શ્રાવકની ભાવના પ્રબળ હોય અને યોગ્યતા તેમજ અવસર હોય તેને જ સંયમ પ્રાપ્ત થાય છે. મનોરથ વસ્તુ મહત્ત્વની છે. મનોરથ છે તો કયારેક કોઈને આવે પણ છે. મનોરથ કયારે ય વિચ્છેદ જતા નથી. મનોરથનો વિચ્છેદ કહેવો એ સર્વથા અનુચિત છે. તેવું જ સાધુના મનોરથ માટે પણ સમજવું જોઈએ. ૨. દશાશ્રુત સ્કંધ સૂત્ર – આચાર્યની સંપદાના વર્ણનની સાથે આચાર વિનયના ભેદોમાં એકલ વિહાર સમાચારીવાળા સાધુને ગચ્છમાં આચાર્યની સંપદા રૂપે ગણેલ છે. ત્યાં કહેવામાં આવેલ છે કે – જો કોઈ ગુણ સંપન્ન સાધુ એકલ વિહાર ઇચ્છતા હોય તો તેમને એકલવિહાર કરવા દેવો. આ સૂત્રની ચૂર્ણિના પ્રકાશનમાં એવું લખવામાં આવ્યું છે કે “એકલવિહારનો નિષેધ કરનાર મહાપુરુષોએ આ આગમોક્ત વિધાન પર વિશ્વાસ રાખવો જોઈએ, ન રાખે તો તેનો અનંત સંસાર વધી જવાનો સંભવ છે. કહ્યું પણ છે, કે – ગીતાર્થ એકાકી રહેતો. પામે પદ નિર્વાણ (જગબહુમાન) ! અજ્ઞાની ટોલ પણ ભોલે, ડૂબે પત્થર નાવ!”– દશાશ્રુત સ્કંધ નિર્યુક્તિ – ચૂર્ણિ પ્રસ્તાવના. ૩.બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશા–પમાં:- સાધુ-સાધ્વીના અનેક કલ્પ સંબંધી વિષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW)