________________
------ - આ ઉપદેશ શાસ્ત્ર: સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ
-
--
છે. ત્યાર પછી માતાના આહારથી ઉત્પન્ન થયેલરસના ઓજનો આહાર કરે છે. ગર્ભમાંથી બહાર નીકળી સ્તનપાનથી માતાના દૂધ અને સળી એટલે સ્નેહનો આહાર કરે છે. અનુક્રમે મોટા થઈને તે વિવિધ પ્રકારનો આહાર તેમજ છ કાયનો આહાર કરે છે. (૭) આ જ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયના વિષયમાં સમજવું પરંતુ થોડી વિશેષતા છે. જેમ કે–
૧. જળચર જીવ ગર્ભની બહાર આવી સ્તનપાન નથી કરતા પરંતુ જળના સ્નેહનો આહાર કરે છે; અનુક્રમે વૃદ્ધિ પામતાં છ કાયનો આહાર કરે છે. અંડજ અને પોતજ રૂપે ત્રણે ય વેદવાળા જન્મે છે. ૨. સ્થલચર જીવનું મનુષ્યની સમાન સમજવું. ૩. પક્ષી સ્તનપાન નથી કરતા પરંતુ પ્રારંભમાં તે માતાના શરીરના સ્નેહનો આહાર કરે છે, અનુક્રમે વૃદ્ધિ પામતા છ કાયનો આહાર કરે છે. ૪. ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ પ્રારંભમાં વાયુકાયના સ્નેહનો આહાર કરે છે, અનુક્રમે વૃદ્ધિ પામતા છ કાયનો આહાર કરે છે. (૮) વિકલેન્દ્રિય જીવ ત્રણ સ્થાવર પ્રાણીઓના સચેત કે અચેત શરીરમાં ઉત્પન થાય છે અને તે શરીરના સ્નેહનો પ્રથમ આહાર કરે છે અર્થાત જે જીવ જ્યાં જન્મે છે, તેના જ સ્નેહનો પ્રથમ આહાર કરે છે, એવું સર્વત્ર સમજવું અને પછી અનુક્રમે વૃદ્ધિ પામતા છ કાયનો આહાર કરે છે. (૯) સંમૂર્છાિમ મનુષ્ય અશુચિ સ્થાનોમાં અને કલેવરમાં અસંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય પણે ઉત્પન્ન થાય છે. (૧૦) અષ્કાયના જીવો જ્યાં પોલાણ, વાયુ હોય ત્યાં ઉત્પન્ન થાય છે તથા ત્રણ સ્થાવર પ્રાણીઓના સચિત્ત અચિત્ત શરીરમાં ઉત્પન્ન થાય છે અને તેમના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. ત્યાર બાદ તેમાં અન્ય અષ્કાયના જીવ અને ત્રસ જીવ ઉત્પન્ન થાય છે. તે અપ્લાયના સ્નેહનો પ્રથમ આહાર કરે વગેરે પૂર્વવત્ જાણવું. નિધિઃ અહીંના વર્ણનથી સ્પષ્ટ છે કે– (૧) અચિત પાણીમાં અષ્કાયના જીવ ઉત્પન્ન થાય છે (ર) વનસ્પતિ(નારિયલ આદિ)માં અપ્લાય જીવ ઉત્પન્ન થાય છે. ત્રસ જીવોના શરીરમાં પૃથ્વી કે પાણીના જીવો ઉત્પન્ન થાય છે. તેનાથી પથરી અને જલોદર વગેરે રોગ ઉત્પન્ન થાય છે અને મણિઓ પણ ઉત્પન્ન થાય છે.] (૧૧) અગ્નિકાયના જીવો પણ ત્રણ સ્થાવર જીવોના સચેત-અચેત શરીરમાં ઉત્પન્ન થાય છે અને તેમના સ્નેહનો પ્રથમ આહાર કરે છે, ત્યાર બાદ આ અગ્નિમાં અન્ય અગ્નિકાય તેમજ ત્રસકાય જીવો ઉત્પન્ન થાય છે. તે અગ્નિના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. (૧ર) તે પ્રમાણે જ વાયુકાયના અને પૃથ્વીકાયના આહારને પણ સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org